સુરેન્દ્રનગરઃ સરકારે ભારત દેશને સો ટકા સાક્ષર, સો ટકા ભૂખ મુક્ત, સો ટકા જાહેર શૌચ મુક્ત બનાવવા માટે કમરકસી છે. ભારત દેશના એકપણ મહિલા પુરુષ નિરક્ષર ના હોવા જોઈએ દરેક મહિલાઓ અને પુરુષો અક્ષરજ્ઞાન ધરાવતા હોવા જોઈએ. સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત હાલ દરેક ગામમાં ડોર ટુ ડોર 15 વર્ષથી 35 વર્ષ સુધીના નિરક્ષર હોય તેમના ડેટા એકત્ર કરવાનું શરૂ કરાયું છે.
આ અંતર્ગત લખતર સી.આર.સી કોઓડીનેટર લખતર-આદલસર રોડ ઉપર આવેલ કાદેસર તળાવ ઉપર ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં પહોંચ્યા હતા. તેઓએ આ વિસ્તારમાં રહેતા દેવીપૂજક સમાજના લોકોમાં નિરક્ષર એવા 15થી 35 વર્ષની મહિલાઓ-પુરુષોની માહિતી એકત્ર કરી હતી.
આ વિસ્તાર સહિત લખતર તાલુકામાંથી મળી આવેલ 15થી 35 વર્ષના નિરક્ષરને સાક્ષર બનાવવા માટે વર્ગ શરૂ કરવામાં આવશે. ભારત દેશને સો ટકા સાક્ષર બનાવવા સંકલ્પ પૂરો કરવામાં આવશે.
Advertisement
Advertisement