ડાંગના સાપુતારા-વધઈ માર્ગ પર બે બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. પુરપાટે આવતા બાઈકે રસ્તો ક્રોસ કરતા અકસ્માત અન્ય બાઈક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. અકસ્માતમાં એક યુવક બાઈક સાથે 20 ફૂટ સુધી ઢસડાયો હોવા છતાં સદનસીબે જાનહાનિ થતાં ટળવાની ઘટના ઘટિત થઇ હતી જેના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે.
મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાના સાપુતારા-વઘઈ માર્ગ પર સામગહન ગામ પાસે એક બાઈકસવાર જ્યારે ડિવાઈડર પાસેથી ટર્ન લઈ રહ્યો હતો ત્યારે જ પાછળથી આવેલા અન્ય બાઈકચાલકે એને જોરદાર ટક્કર મારી હતી. જેથી બાઈક પર સવાર બંને યુવકો ઘટનાસ્થળે જ રસ્તા પર પટકાયા હતા.
જ્યારે બાઈકચાલકે ટક્કર મારી હતી તેની પાછળ બેઠેલો એક યુવક નીચે પટકાયો હતો અને બાઈકની સાથે 20 ફૂટ સુધી ઢસડાયો હતો. આંખના પલકાલામાં સર્જાયેલા જોરદાર અકસ્માતની ઘટનામાં સદનસીબે જાનહાનિ થતાં અટકી હતી. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
જોકે, આ અકસ્માતની ઘટનામાં ત્રણ યુવકોને સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માતની ઘટનામાં મોટું નુકસાન ના થયું હોઈ, બંને બાઈકસવારોએ પોલીસ ફરિયાદ કરવાનું પણ ટાળ્યું હતું.