ગુજરાત પોલીસની આબરુના ધજાગરા ઉડાડતો ત્રણ પોલીસકર્મીઓનો એક વીડિયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પોલીસ વર્દી પહેરેલા કેટલાક ઓફિસર પોલીસ જીપમાં સવાર થઈને ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
જોકે, કચ્છના પોલીસ જવાનોને આ રીતે ફરજ દરમિયાન પોલીસની ગાડીમાં ડાન્સ કરવો ભારે પડ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ પુર્વ કચ્છ એસપી દ્વારા એ-ડિવિઝનના ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓને ગણવેશમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરવો ભારે પડ્યો છે. નિયમોનો ભંગ કરી વર્દીમાં જૂમી રહેલા ત્રણ પોલીસ કર્મીને SPએ સસ્પેન્ડ કર્યા છે.
તપાસ કરતા જાણવા મળ્યુ કે, જગદિશ ખેતાભાઇ સોલંકી, રાજા મહેન્દ્ર હિરાગર અને હરેશ ઇશ્વરભાઇ ચૌધરી કચ્છના એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવે છે.
આ ત્રણેય જવાન સીટ બેલ્ટ બાંધ્યા વગર કારમાં ઝૂમતા નજર આવ્યા હતા. તેઓ કારમા હાથ હલાવીને ઝૂમી રહ્યા હતા. સામાન્ય રીતે ટ્રાફીક નિયમો તોડનાર લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે પણ પોલીસ ખુદ નિયમોના ધજાગરા ઉડાવે તો તેમને પણ ઋુણ ચુકવવવો જ પડે છે તેવો તાલ પૂર્વ કચ્છમાં નોધાયો છે.
જેમાં કારમાં ગણવેશધારી ચાર પોલીસ કર્મીઓ એક ગીત ઉપર ઝૂમતા નજરે પડે છે, તેવો વીડિયો વાયરલ થયા બાદ પુર્વ કચ્છ એસપીએ એ-ડિવિઝનના ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા હતા.