ડભોઇ સત્તર ગામ પટેલ વાડી ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા વડોદરા જિલ્લાના ઉપક્રમે ‘લાગ્યો કસુંબીનો રંગ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો હાજર રહ્યા હતા.
ડભોઇ સત્તર ગામ પટેલ વાડી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપ વડોદરા જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપક્રમે ‘લાગ્યો કસુંબીનો રંગ’ ભાગ-2 કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.
આ પ્રસંગે કિશોરભાઈ મકવાણા વકતા તરીકે હાજર રહી યુવાનોને ડો. બાબા સાહેબ આંબેડકરની કેટલીક રસપ્રદ વાતો કરી હતી. સાથે ડો. બાબા સાહેબ આંબેડકરનું રાષ્ટ્રદર્શનનું જ્ઞાન આપ્યું હતું તો આ પ્રસંગે વડોદરા જિલ્લા યુવા મોરચા પ્રમુખ દર્શીત બ્રહ્મભટ્ટ, પરાક્રમસિંહ જાડેજા, ડો. બી.જે.બ્રહ્મભટ્ટ, વકીલ અશ્વિનભાઈ પટેલ, શશિકાંતભાઈ પટેલ, પ્રભારી સુનિલભાઈ પાટીલ, યુવા મોરચા પ્રમુખ આકાશ પંડયા, મહામંત્રી પ્રેમલ પટેલ, એમ.એચ.પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને યુવા મરચાના કાર્યકરો હાજર રહ્યા હતા.
રિપોર્ટઃ હિતેશ જોશી, ડભોઇ