ડભોઇ તાલુકાના વઢવાણા ગામે વીજળી પડતા મૃત્યુ નિપજેલ બે જેટલા ખેત મજૂરના પરિવારને સરકાર તરફથી રૂ.4 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો.
ડભોઇ તાલુકાના વઢવાણા ગામે થોડા દિવસો પહેલા બે ખેત મજૂર ડાંગર રોપવા સંખેડા તાલુકાના કન્ટેશ્વર ગામેથી આવ્યા હતા. તેઓ ચાલુ વરસાદમા ડાંગર રોપી રહ્યા હતા, તે અરસામાં અચાનક વીજળી પડતા કન્ટેશ્વર ગામના કનુભાઈ ધુડાભાઈ પરમાર અને પુનાભાઈ લલ્લુભાઇ તડવીના મૃત્યુ નિપજ્યા હતા.
ડિજાસ્ટાર મેનેજમેન્ટ એક્ટ અન્વયે કુદરતી આફતમાં મૃત્યુ નીપજે તો સરકાર તરફથી 4 લાખની સહાય મળવા પાત્ર છે જે અનુસંધાને આજરોજ ડભોઇ તાલુકા વિકાસ અધિકારી પારસ પટેલ તેમજ સંખેડા તાલુકા વિકાસ અધિકારી અને વઢવાણા ગામના તલાટીની હાજરીમાં મૃત્યુ પામેલ બંને ખેત મજૂરના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાયનો ચેક અર્પણ કરવામા આવ્યો હતો.
Advertisement
રિપોર્ટઃ હિતેશ જોશી, ડભોઇ
Advertisement