વડોદરા: વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકા અને વાઘોડિયા તાલુકાના ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક પ્રાંત અધિકારીની કચેરી ખાતે મળી હતી.
નાયબ કલેકટર આઈ.એચ. પંચાલ ભારત સરકારની બેટી બચાવો બેટી પઢાવો યોજના અન્વયેની તાલુકાની કક્ષાની ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક પ્રાંત અધિકારી ડભોઇના અધ્યક્ષ સ્થાને મળી હતી.
આ બેઠકમાં જાતિ આધારિત લીંગ પરીક્ષણ અકાવવા, દીકરીઓના અસ્તીત્વ અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા તથા દીકરીઓના શિક્ષણને સુનિશ્ચિત કરી વિકાસ પ્રકિયામાં ભાગીદાર બનાવવા અંગેના મુદ્દે ચર્ચા કરાઈ હતી.
જે અન્વયે તાલુકામાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા, ડ્રોપ આઉટ દીકરીઓના શાળામાં પુન:પ્રવેશ કરવવા, સંસ્થાગત પ્રસૃતિમાં વધારો થાય, દિકરીઓના પોષણ સ્તર સુધારવા બાબતેની જરૂરી કામગીરીની સમીક્ષા કરી, માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. બેઠકમાં વાઘોડીયા તથા ડભોઇ તાલુકાનાં તાલુકા વિકાસ અધિકારી તાલુકા હેલ્થ ઓફિસર બ્લોક રિસોર્સ કો-ઓડીનેટેર, સી.ડી.પી.ઓ તેમજ પ્રોટેકશન ઓફિસર હાજર રહ્યા હતા.