પાકિસ્તાનમાં રહેતા અંડવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમની ડી-કંપનીનું ભારતમાં નેટવર્ક બનાવી રાખવા માટે પાક ખાનગી એજન્સી આઈએસઆઈ બાંગ્લાદેશ સેનાના રિટયર કર્નલની મદદ લઈ રહી છે. ભારતીય ખાનગી એજન્સીની લાંબા સમયથી ચાલી રહેલી તપાસમાં આ સનસનીખેજ ખુલાસો થયો છે.
2009થી બ્રિટેનમાં રહેતા શાહિદ ઉદ્દીન ખાનન નામના પૂર્વ કર્નલ નોટબંધી બાદ નવી નકલી કરન્સી અને હથિયારોના સપ્લાયમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યો છે. આ નેટવર્કની શોધ કરવામાં ઈંગ્લેન્ડની ખાનગી એજન્સી એમઆઈ-5 પણ ભારતીય એજન્સીની મદદ કરી રહી છે.
તપાસ દરમિયાન ડી-કંપનીની બાંગ્લાદેશી ગેંગ સાથે સાઠગાંઠમાં પાક આતંકી સંગઠનોની સંલિપ્તતાને ઠોસ સુરાગ મળ્યો. એમઆઈ-5ની સૂચના પર નેપાલમાં ડી કંપનીના ગુર્ગે યુનૂસ અંસારી અને ત્રણ અન્ય પાકિસ્તાની નાગરિકોને નકલી નોટોના મામલે ધરપકડ કરવામાં આવ્યા. જેમની પૂછપરછમાં શાહિદનું નામ સામે આવ્યું છે.