બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન ‘અસની’એ હાલ જોર પકડ્યુ છે. આ ચક્રવાતને શ્રીલંકા નામ આપવામાં આવ્યું છે. શ્રીલંકામાં બોલાતી સિંહલી ભાષામાં અસની અથવા રેજ સિઝનનું પ્રથમ ચક્રવાતી તોફાન હશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે વાવાઝોડાને તેમના નામ કોણ આપે છે?
દરેક વાવાઝોડાનું નામ હોય છે અને તમે ના સાંભળ્યા હોય તો જણાવી દઈએ કે ભૂતકાળમાં ઓખી, કટરીના, લીઝા, લૈરી, તાઉતે જેવા નામો પણ વાવાઝોડાના રખાયા હતા. ત્યારે આ વખતના વાવાઝોડાનું નામ અસની રાખવામાં આવ્યું છે. અસની પછી જે ચક્રવાત સર્જાશે તેને સિતારંગ કહેવામાં આવશે, જેનું નામ થાઈલેન્ડ દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારે ચાલો તમને જણાવીએ કે વાવાઝોડાનું નામ કોણ અને કેવી રીતે રાખે છે.
વર્લ્ડ મિટિયોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન (WMO) અને યુનાઇટડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશ્યલ કમિશન ફોર એશિયા એન્ડ પેસિફિક (ESCAP) તરીકે ઓળખાતાં રાષ્ટ્રો(બાંગ્લાદેશ, ભારત, માલદિવ્ઝ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલેન્ડ)ના જૂથે તે પ્રદેશમાં ફૂંકાતાં વાવાઝોડાંને નામ આપવાનું નક્કી કર્યું હતું. દરેક દેશે સૂચનો મોકલ્યા બાદ WMO/ESCAPની પેનલ ઓન ટ્રોપિકલ સાઇક્લોન્સ (PTC)એ આખરી યાદી તૈયાર કરે (Know How Cyclones Are Named ) છે.
કેવી રીતે નામ આપવામાં આવે છે?
શરૂઆતમાં તોફાનોને મનસ્વી રીતે નામ આપવામાં આવ્યું હતું. બાદમાં હવામાનશાસ્ત્રીઓએ વધુ વ્યવસ્થિત અને કાર્યક્ષમ રીતે તોફાનના નામોની યાદી બનાવવાનું નક્કી કર્યું. ભારત હવામાન વિભાગ (IMD) એ છ પ્રાદેશિક વિશિષ્ટ હવામાન કેન્દ્રો (RSMCs)માંથી એક છે જેને ચક્રવાતનું નામ આપવાનું કામ સોંપવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર હિંદ મહાસાગરમાં પવનની ઝડપ 62 કિમી પ્રતિ કલાકની મહત્તમ મર્યાદા સુધી તીવ્ર બને છે, ત્યારે તેને હરિકેન/ચક્રવાત તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
શું છે નામ આપવાનો નિયમ
મૂળાક્ષરો પ્રમાણે ગોઠવાયેલા દેશો દ્વારા આપવામાં આવેલા નામોની યાદી તૈયાર કરવામાં આવે છે. તેઓ લિંગ, રાજકારણ, ધાર્મિક માન્યતાઓ અને સંસ્કૃતિઓ દ્વારા તટસ્થ છે. એકવાર નામનો ઉપયોગ કર્યા પછી તેનું પુનરાવર્તન થતું નથી. ચક્રવાતના નામોમાં આઠ અક્ષરો હોઈ શકે છે. કોઈપણ સભ્ય દેશ માટે કોઈ નામ અપમાનજનક હોવું જોઈએ નહીં અથવા વસ્તીના કોઈપણ જૂથની લાગણીઓને ઠેસ પહોંચાડવી જોઈએ નહીં.