બર્મિંગહામમાં ચાલી રહેલી Commonwealth Games 2022માં ભારતના નામે વધુ એક મેડલ પાક્કો થયો છે. પેરા ટેબલ ટેનિસ (ParaTable Tennis) ની વિમેન્સ સિંગલ્સમાં (ક્લાસ 3-5) ભાવિના પટેલે આ મેડલ નિશ્ચિત કર્યો છે. તેણે આ ઈવેન્ટની સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડની સુ બેલીને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
ભાવિનાએ ઈંગ્લિશ પેરા પ્લેયરને 11-6, 11-6, 11-6થી એકતરફી હરાવીને પોતાનો સિલ્વર મેડલ નિશ્ચિત કર્યો હતો. અગાઉ, ભાવિનાએ તેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં પણ એકતરફી જીત નોંધાવી હતી. તેણીએ ફિજીની અકાનીસી લાટુને 11-1, 11-5, 11-1થી હરાવી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
#ParaTableTennis Update 🚨
AdvertisementBhavina 🇮🇳 defeats Sue 🏴 3-0 (11-6, 11-6, 11-6) in Women’s Singles (Class 3-5) Semi Final 1 and now advances to Finals
Go For GOLD Champ 👍#Cheer4India#India4CWG2022 pic.twitter.com/2kZFk90rFT
— SAI Media (@Media_SAI) August 5, 2022
Advertisement
ભાવના પટેલ પહેલી વાર 2011 થાઈલેન્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપથી ચર્ચામાં આવી હતી. તેણે પેરા ટેબલ ટેનિસની ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. આ પછી, વર્ષ 2013 માં, તેણે એશિયન પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની મહિલા સિંગલ્સમાં સિલ્વર મેડલ જીત્યો. તેણી અહીં અટકી ન હતી. આ પછી, તેણે ફરી એકવાર 2017 માં એશિયન પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યો. એ વખતે તેને બ્રોન્ઝ મળ્યો હતો.
ગયા વર્ષની ટોક્યો પેરાલિમ્પિક્સ તેની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી ઉપલબ્ધિ હતી. અહીં તેણીએ પેરા ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સ (ક્લાસ-4)માં સિલ્વર મેડલ જીત્યો. આ વર્ષની શરૂઆતમાં તેણે પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ક્લાસ-4નું ટાઇટલ પોતાના નામે કર્યું હતું.