ઇન્ટરનેટ વગર આપણો એક દિવસ પણ પસાર થતો નથી. એવામાં સ્માર્ટફોન ડેટા પેક રિચાર્જ કરાવવું આજે એક જરૂરિયાત બની ગયું છે. પરંતુ આ ડેટા પેક તરત જ ખતમ થઇ જાય છે. જો તમે Jioના પ્લાન્સનો ઉપયોગ કરો છો તો તમારે આ પ્લાન્સ અંગે જરૂર જાણવું જોઈએ. આ પ્લાન્સ જ એટલા સારા છે. એક વાર રિચાર્જ કરાવ્યા પછી તમે 11 મહિના સુધી ઘણાં બધા બેનિફિટ્સની મજા લઇ શકો છો.
2121 રૂપિયાનો પ્લાન
11 મહિનાની લિમિટવાળા પ્રીપેડ પ્લાન્સમાં આ Jioનો સૌથી મોંઘો પ્લાન છે. એમાં જિઓ ગ્રાહકને દરરોજ 1.5GB ડેટા, કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા મળશે. સાથે જ ગ્રાહક દ્વારા જિઓ એપ્સનું ફ્રી સબ્સ્ક્રિપશન પણ મળશે.
1299 રૂપિયાનો પ્લાન
આ પ્રીપેડની માન્યતા 11 મહિનાની છે. આમાં પણ ગ્રાહકને 11 મહિના એટલે કે 336 દિવસ માટે કુલ 24GB ડેટા આપવામાં આવે છે અને તેઓ કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકે છે. એટલું જ નહીં ગ્રાહકને તમામ Jio એપ્સનું ફ્રી સબ્સ્ક્રિપ્શન મળશે, સાથે સાથે આ પ્લાન પર 3600 SMS મોકલવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.
749 રૂપિયાનો પ્લાન
આ પ્લાન Jio ફોનનો પ્લાન છે અને તેની માન્યતા 11 મહિના છે. દર 28 દિવસે તમને આ પ્લાનમાં 2GB ડેટા આપવામાં આવશે એટલે કે તમને આ પ્લાનમાં કુલ 24GB ડેટા મળશે અને ફાયદાઓની વાત કરીએ તો આમાં ગ્રાહકને કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત કોલ કરવાની તક મળશે, તેઓ દર 28 દિવસોમાં 50 એસએમએસ મોકલી શકશે અને તમામ જિયો એપ્સનું મફત સબ્સ્ક્રિપ્શન પણ માણી શકશે.