ભારત સાથે ક્રિકેટ રમવા માટે દક્ષિણ આફ્રિકા ટીમનું આગમન થઈ ગયું છે અને બંને ટીમે પ્રેક્ટિસ પણ શરુ કરી દીધી છે. આગામી 17મી જુને ખંઢેરી સ્ટેડીયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 મેચ રમાનાર છે. જેને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ બન્ને ટીમ વચ્ચેનો મેચ 17મી જૂને સાંજે 7 વાગ્યાથી ક્રિકેટ મેચ રમાશે. આ મેચ માટેની ટિકિટનું ઓનલાઈન વેચાણ શરૂ થઈ રહ્યું છે. બૂક માય શો ઉપરથી આ મેચની ટિકિટ મળશે સાથોસાથ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ટિકિટ વેચાણ માટે અન્ય વ્યવસ્થા પણ ઊભી કરી છે.
હાલ આ મેચ માટેની ટીકીટનાં દરની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઇસ્ટ સ્ટેન્ડ, વેસ્ટ સ્ટેન્ડ અને સાઉથ પેવેલિયન એમ ત્રણ પાર્ટ પાડીને તે અનુસાર ટીકીટનાં દર નક્કી કરાયા છે. એટલું જ નહીં આ મેચ માટે ખાસ કોર્પોરેટ બોક્સ પણ બનાવવામાં આવ્યા છે
15મીએ બન્ને ટીમનું વિશાખાપટ્ટનમથી ચાર્ટર ફલાઈટમાં રાજકોટમાં આગમન થશે. આ મેચ માટેની ટિકિટનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. આપને જણાવી દઈએ કે, રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે છેલ્લે 17મી જાન્યુઆરી-2020ના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાઈ હતી.