દેશમાં કોરોના સંક્રમણના કેસમાં ઉતાર-ચઢાવ ચાલુ છે. જોકે, કેટલાક સમયથી રોજના કોરોના કેસ 20 હજારની આસપાસ આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 19,406 નવા કેસ નોંધાયા છે. તો 19,928 લોકો સાજા થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 49 સંક્રમિતોના મૃત્યુ થયા છે
સંક્રમણ દર 5 ટકાની નજીક
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં કોરોનાનો દૈનિક સંક્રમણ દર 4.96 ટકા પર પહોંચી ગયો છે. તો એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 1,34,793 પર પહોંચી ગઈ છે. આ સિવાય દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 526649 પર પહોંચી ગયો છે, જ્યારે કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા 43465552 પર પહોંચી ગઈ છે. દેશમાં કુલ 2,05,92,20,794 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 32,73,551 ડોઝ ગઈકાલે અપાયા હતા. દૈનિક પોઝિટિવિટી રેટ 4.96 ટકા છે.
#COVID19 | India reports 19,406 fresh cases and 19,928 recoveries in the last 24 hours.
Active cases 1,34,793
Daily positivity rate 4.96% pic.twitter.com/PfuIQ4m7F8Advertisement— ANI (@ANI) August 6, 2022
કર્ણાટકના સીએમ કોરોના સંક્રમિત
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ પણ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેમણે ટ્વિટર દ્વારા આ માહિતી આપી છે. તેમણે લખ્યું કે હળવા લક્ષણો દેખાતા તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તેમનામાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. સીએમએ વધુમાં જણાવ્યું કે, તેઓ આઈસોલેટ થઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરાવે. આ સિવાય તેમણે પોતાનો દિલ્હી પ્રવાસ પણ મોકૂફ રાખ્યો છે.