આજકાલ દેશમાં નકલી નોટોનું ચલણ ઘણું વધી ગયું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ જાહેર કરેલા તાજેતરમાં આંકડામાં આ ચોંકાવનારી વિગત સામે આવી છે. જે મુજબ, નાણાંકીય વર્ષ 2021-22માં નકલી નોટોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર, વર્ષ 2020-2021માં 500 રૂપિયાની નકલી નોટોમાં 101.9 ટકાનો વધારો થયો છે, જ્યારે 2000 રૂપિયાની નકલી નોટોમાં 54.16 ટકાનો વધારો થયો છે.
આ ઉપરાંત 200 રૂપિયાની નોટોમાં 11.7 ટકાનો વધારો થયો છે.આ વર્ષે માર્ચ સુધી તમામ મૂલ્યોની કુલ નોટોની સંખ્યા 13,053 કરોડ હતી. આના એક વર્ષ પહેલા, સમાન સમયગાળામાં, આ આંકડો 12,437 કરોડ હતો. આરબીઆઈના રિપોર્ટ અનુસાર, માર્ચ 2020ના અંતે ચલણમાં 2,000 રૂપિયાની નોટોની સંખ્યા 274 કરોડ હતી. આ આંકડો ચલણમાં રહેલી કુલ ચલણી નોટોના 2.4 ટકા હતો.આ સાથે જ આરબીઆઈએ લોકોને સાવધાની રાખવાની સાથે 500 અને 2000ની નોટ ચેક કઈ રીતે કરવી એ અંગે પણ જણાવ્યું છે.
જો નોટને લાઇટની સામે મૂકવામાં આવે તો આ જગ્યાએ 500 લખેલું જોવા મળશે.
નોટને 45 ડિગ્રીના ખૂણાથી આંખ સામે રાખવાથી આ જગ્યાએ 500 લખેલું જોવા મળશે.
આ જગ્યાએ દેવનાગરીમાં લખેલા 500 જોવા મળશે.
મહાત્મા ગાંધીનું ચિત્ર બરાબર મધ્યમાં બતાવવામાં આવ્યું છે.
ભારત અને INDIA ના લેટર્સ લખેલા જોવા મળશે.
જો તમે નોટને હળવાશથી વાળશો તો સુરક્ષા થ્રેડના રંગનો રંગ લીલાથી ઈન્ડિગોમાં બદલાતો જોવા મળશે.
જૂની નોટની સરખામણીમાં ગવર્નરની સહી, ગેરંટી કલમ, વચન કલમ અને આરબીઆઈનો લોગો જમણી બાજુ ખસી ગયો છે.
અહીં મહાત્મા ગાંધીની તસવીર છે અને ઈલેક્ટ્રોટાઈપ વોટરમાર્ક પણ દેખાશે.
ઉપરની ડાબી બાજુ અને નીચે જમણી બાજુના નંબરો ડાબેથી જમણે મોટા થાય છે.
અહીં લખેલ નંબર 500 નો રંગ બદલાય છે. તેનો રંગ લીલાથી વાદળીમાં બદલાય છે.
જમણી બાજુ અશોક સ્તંભ છે.