Coronavirus New Cases in India: ભારતમાં કોરોના (Coronavirus) વાયરસના ઘણા નવા કેસ સામે આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના સંક્રમણના 13 હજાર 734 નવા કેસ નોંધાયા છે. આ પછી કોવિડ -19ના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 4 કરોડ 40 લાખ 50 હજાર 9 થઈ ગઈ છે.
13,734 new COVID19 cases in India today; Active cases at 1,39,792 pic.twitter.com/NVRO566sqO
— ANI (@ANI) August 2, 2022
Advertisement
2 દિવસમાં કોરોના નવા કેસમાં નોંધાયો મોટો ઘટાડો
દેશમાં છેલ્લા 2 દિવસમાં કોવિડ-19ના નવા કેસોમાં મોટો ઘટાડો થયો છે. અગાઉ સોમવારે (1 ઓગસ્ટ) કોરાના વાયરસના 16,464 નવા કેસ નોંધાયા હતા, જ્યારે રવિવારે 19,673 કેસ નોંધાયા હતા.
એક્ટિવ દર્દીઓની સંખ્યા થઈ 1.4 લાખથી ઓછી
કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડાની સાથે એક્ટિવ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. મંગળવારે સવારે 8 વાગ્યે અપડેટ થયેલા આંકડા અનુસાર, હવે કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,40,50,009 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય દ્વારા મંગળવારના રોજ જાહેર કરાયેલા આંકડા અનુસાર, દેશમાં સંક્રમણથી 27 લોકોના મૃત્યુ થયા બાદ મૃતકોની કુલ સંખ્યા વધીને 5,26,430 થઈ ગઈ છે.
જ્યારે દેશમાં કોરોના વાયરસના સંક્રમણથી સારવાર હેઠળ રહેલા દર્દીની સંખ્યા ઘટીને 1,39,792 થઈ ગઈ છે. જે કુલ કેસના 0.32 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળ રહેલા દર્દીની સંખ્યા 4,197નો ઘટાડો થયો છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.49 ટકા છે.
છેલ્લા 24 કલાકમાં 27 લોકોએ કોરોના સામે હાર માની છે. આ સાથે કુલ મૃત્યુઆંક પણ વધીને 5,26,430 થયો છે. તો અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 4,33,83,787 લોકો સાજા થયા છે. દર્દીઓનો રાષ્ટ્રીય રિકવરી રેટ 98.49 ટકા છે.