जन मन INDIA
slider news ભારત

કોરોના વાયરસના કેસોએ તોડ્યા તમામ રેકૉર્ડ, 24 કલાકમાં 1.26 લાખ નવા કેસ

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ કહેર બનીને તૂટી રહ્યું છે. પાછલા તમામ રેકૉર્ડને ધ્વસ્ત કરતા બુધવારે કોરોનાના સવા લાખ નવા કેસ નોંધાયા છે.

રાજ્ય સરકારો દ્વારા જારી સંક્રમિતોનો આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 1 લાખ 26 હજાર 315 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 684 લોકોના મૃત્યુ પણ થયા છે. બુધવારે જે આંકડા સામે આવ્યા છે તે અત્યાર સુધીના સૌથી વધારે છે. આ પહેલા મંગળવારે 1.15 લાખ નવા કેસ આવ્યા હતા.

કોરોનાની બીજી લહેરની ઝપટમાં આમ તો આખો દેશ છે, પરંતુ સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર, દિલ્હી, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પંજાબ અને તમિળનાડુ છે. તેમાં પણ મહારાષ્ટ્ર અને દિલ્હીની હાલત ખરાબ છે.

પાછલા દિવસે મહારાષ્ટ્રમાં 60 હજાર નવા કેસ સામે આવ્યા છે. બુધવારે મહારાષ્ટ્રમાં કુલ 59907 કેસ સામે આવ્યા છે. જે સમગ્ર દેશમાં સામે આવેલા કેસોના પચાસ ટકા છે. મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ છે.

અહીંની સ્વાસ્થ્ય વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ રહી છે. જો કે પ્રશાસન પુખ્તા વ્યવસ્થાનો દાવો કરી રહી છે. પરંતુ રાજ્યના ઘણા શહેરોમાં બેડ્સની કમી મળવાની પણ ફરિયાદ છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યા વધારે હોવાથી સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા લોકોને નિયંત્રિત કરવામાં પરેશાની થઈ રહી છે.

દિલ્હી- મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ ખરાબ

આ જ સ્થિતિ દિલ્હીની પણ છે. જ્યાં એક દિવસમાં પાંચ હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે. દિલ્હીમાં બુધવારે 5506 નવા કેસ નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં 6023, કર્ણાટકમાં 6,976 કેસ નોંધવામાં આવ્યા છે.

સૌથી મોટી ચિંતાની વાત એ છે કે દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 9 લાખને પાર થઈ ગઈ છે. જે એક મહિના પહેલા એક લાખની નજીક એક્ટિવ કેસ બચ્યા હતા. કોરોનાના વધતા કેસોને જોતા ઘણા રાજ્યોમાં સખ્ત પ્રતિબંધો, આંશિક લૉકડાઉન અને નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યા છે.

Related posts

એન્ટિલિયા કેસઃ NIAએ સચિન વાજેના નજીકના સહયોગી રિયાઝ કાઝીની કરી ધરપકડ

malay kotecha

કોરોના સંકટઃ રાજકોટના જેતપુરમાં આજથી 30 એપ્રિલ સુધી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય

malay kotecha

દાહોદના દેલસર ગામે એક રહેણાંક મકાનમાંથી યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ

malay kotecha

Leave a Comment