લંડન: બ્રિટિશ સરકારને સલાહ આપતા ભારતીય મૂળના એક દિગ્ગજ વૈજ્ઞાનિકે આ વાતના સંકેત આપતા ચેતવણી આપી છે કે બ્રિટન કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરના પ્રારંભિક તબક્કામાં છે. સાથે જ તેમણે પ્રધાનમંત્રી બોરીસ જ્હોનસનને 21 જૂનથી લોકડાઉન હટાવવાની યોજનાને થોડા અઠવાડિયા માટે મુલતવી રાખવાની અપીલ કરી છે.
ઝડપથી વધી રહ્યા છે કોરોના સંક્રમણના કેસ
મીડિયાના અહેવાલ મુજબ, સરકારના ‘ન્યૂ એન્ડ ઇમર્જિંગ રિસ્પિરેટરી વાયરસ થ્રેટ એડવાઇઝરી ગ્રુપ (નેર્વટેગ)’ ના સભ્ય અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર રવિ ગુપ્તાએ જણાવ્યું કે, આમતો નવા કેસ પ્રમાણમાં ઓછા છે, પરંતુ કોવિડ-19ના બી.1.617 વેરિએન્ટે સંક્રમણની ‘ઝડપી વૃદ્ધિ’ની આશંકાને ભાર આપ્યો છે. બ્રિટનમાં રવિવારે સતત પાંચમાં દિવસે કોવિડ-19ના 3000થી વધુ નવા કેસ નોંધાયા હતા. આ પહેલા બ્રિટને 12 એપ્રિલ પછી આ આંકડાને પાર નથી કર્યો.
હાલ લૉકડાઉનને હટાવવું જ જોઈએ
રવિ ગુપ્તાએ પ્રધાનમંત્રીને 21 જૂનથી લૉકડાઉન હટાવવાની યોજનાને થોડા અઠવાડિયા માટે મુલતવી રાખવાની અપીલ કરી છે. દેશમાં કોવિડ-19 ના કુલ કેસ 4,499,939 પર પહોંચી ગયા છે અને અત્યાર સુધીમાં 1,28,043 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ગુપ્તાએ કહ્યું કે, બ્રિટન પહેલેથી જ ત્રીજી લહેરની લપેટમાં છે અને નવા કેસોમાં ત્રણ ક્વાર્ટરમાં કોરોના વાયરસનું તે સ્વરૂપ મળ્યું છે જે ભારતમાં સામે આવ્યું છે.