Anocovax Vaccine: મનુષ્યો બાદ હવે પ્રાણીઓ માટે પણ કોરોના વાયરસની વેક્સિન લૉન્ચ કરવામાં આવી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ગુરુવારે પ્રાણીઓ માટે વિકસિત દેશની પ્રથમ કોવિડ રસી ‘એનોકોવેક્સ’ બહાર પાડી. આ રસી હરિયાણા સ્થિત ICAR-નેશનલ રિસર્ચ સેન્ટર ઓન ઇક્વિન્સ (NRC) દ્વારા વિકસાવવામાં આવી છે.
ડેલ્ટા અને ઓમિક્રોન બંને વેરિએન્ટ પર કરશે અસર
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR)એ એક નિવેદનમાં કહ્યું કે, એનોકોવેક્સ એ પ્રાણીઓ માટે એક કોવિડ-19 વેક્સિન છે. એન્કોવેક્સમાંથી બનાવેલ એન્ટિબોડીઝ કોવિડ-19ના ડેલ્ટા અને ઓમિક્રોન બંને પ્રકારો સામે અસરકારક છે.
આ જાનવરો માટે સુરક્ષિત
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વેક્સિનમાં કોવિડ ડેલ્ટા એન્ટીજન છે, જેમાં અલહાઈડ્રોજેલ એક સહાયક તરીકે છે. અહીંની વેક્સિન કૂતરા, સિંહ, દીપડા, ઉંદરો અને સસલા માટે સુરક્ષિત છે. આ વિશેષ ન્યુક્લિયોકેપ્સિડ પ્રોટીન આધારિત એપ્રત્યક્ષ ELISA કિટ છે. આ કિટ ભારતમાં બનાવવામાં આવી છે અને તેના માટે પેટન્ટ ફાઇલ કરવામાં આવી છે.
આ છે એક મોટી સિદ્ધિ
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ICAR-NRC દ્વારા પ્રાણીઓ માટે વિકસાવવામાં આવેલી વેક્સિન અને નિદાન કીટને ડિજિટલી રિલીઝ કર્યા પછી કહ્યું, ‘વૈજ્ઞાનિકોના અથાક યોગદાનને કારણે દેશ તેની આયાત કરવાને બદલે તેની પોતાની વેક્સિન વિકસાવવામાં આત્મનિર્ભર છે. આ ખરેખર એક મોટી સિદ્ધિ છે.’ ICAR એ દેશની અગ્રણી કૃષિ સંશોધન સંસ્થા છે જે કેન્દ્રીય કૃષિ મંત્રાલય હેઠળ કામ કરે છે.