जन मन INDIA
slider news ઈકોનોમી

કોરોનાનું સંક્રમણ વધતા સર્વિસ સેક્ટરમાં સુસ્તી, એપ્રિલમાં પણ નોંધાઈ શકે છે ઘટાડો

કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ભારતમાં ફેલાઈ રહ્યું છે. જેના કારણે દેશમાં સર્વિસ સેક્ટરની ગતિવિધિ માર્ચ મહિનાથી સુસ્ત બની છે. એક સર્વે અનુસાર આ જાણકારી સામે આવી છે.

ભારત સર્વિસ બિઝનેશ એક્ટિવિટી ઈન્ડેક્સ ફેબ્રુઆરીમાં 55.3 ટકાથી ઘટી માર્ચમાં 54.6 ટકા પર પહોંચી ગયો છે.

કોરોના મહામારીને રોકવા માટે વેક્સિનેશન અભિયાન શરૂ થવાથી ધંધાર્થીઓનો ભરોસો વધ્યો છે. જેના કારણે માર્ચ મહિનામાં સૂચકઆંક સતત છ મહિનાથી 50ની ઉપર રહ્યો છે. જો સૂચકઆંક 50ની ઉપર રહે છે તો તે વૃદ્ધિનો સંકેત છે. અને 50થી નીચે રહે તો તે ઉત્પાદનમાં ઘટાડાનો સંકેત છે.

રોજગારી મામલે સેવા કંપનીઓમાં માર્ચના સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે, કંપનીઓને આશા છે કે આવનારા 12 મહિના દરમિયાન વ્યાવ્સાયિક ગતિવિધિઓ ફરીથી રફ્તાર પકડશે.

આ મામલે અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, ચૂંટણીઓના કારણે માંગમાં વધારો થયો છે. કોરોના મહામારી અને લોકડાઉનના કારણે પડકારો વધ્યા હતા. તેઓનું કહેવું છે કે, મહામારીનો પ્રકોપ વધવાથી એપ્રિલમાં સુસ્તી નોંધાઈ શકે છે.

Related posts

સી.આર. પાટીલના બચાવમાં આવ્યા ગુજરાત ભાજપના આ MLA, જાણો શું કહ્યું

ravi chaudhari

એન્ટિલિયા કેસઃ NIAએ સચિન વાજેના નજીકના સહયોગી રિયાઝ કાઝીની કરી ધરપકડ

malay kotecha

કોરોના સંકટઃ રાજકોટના જેતપુરમાં આજથી 30 એપ્રિલ સુધી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય

malay kotecha

Leave a Comment