जन मन INDIA
slider news ગુજરાત સુરત

કોરોનાએ સુરતને લીધુ ભરડામાં, સ્મશાનગૃહોમાં અંતિમસંસ્કાર માટે 4 કલાકનું વેઈટિંગ

સુરતમાં કોરોનાના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. શહેરના તમામ સ્મશાનગૃહ હાઉસફૂલ થઈ ગયા છે. સુરતના અશ્વિનીકુમાર અને ઉમરા સ્મશાન ગૃહમાં ખૂબ ભયાવહ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્મશાનગૃહમાં સતત મૃતદેહોનો ખડકલો થઈ રહ્યો છે.

સવારથી બપોર સુધીમાં 40 જેટલા મૃતદેહો પહોંચી રહ્યા છે. મૃતદેહના અંતિમ સંસ્કાર માટે 3થી 4 કલાકનું વેઈટિંગ ચાલી રહ્યું છે.

આ સ્મશાનગૃહોમાં અંતિમસંસ્કાર માટે કરવા પડતા વેઈટીંગને લઈ વહીવટી તંત્ર દ્વારા મૃત્યુના આંકડા ખોટા દર્શાવતા હોવાની લોકમુખે ચર્ચા છે.

કોરોનાના વધતા સંક્રમણને અટકાવવામાં નિષ્ફળ નીવડતું દેખાઈ રહેલું વહીવટી તંત્ર હાલની સ્થિતિની ગંભીરતા સમજી સાચા આંકડા લોકો સમક્ષ મુકે તેવી પણ માંગ ઉઠી રહી છે.

એકતરફ કોરોનાથી થઈ રહેલા મૃત્યુનો આંકડા અંગે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં હોવાનો દાવો કરતી સરકારે આ પ્રકારે સમશાનગૃહોમાં મૃતદેહોની લાગેલી લાંબી લાઈનો અંગે પણ સ્પષ્ટતા કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની આ બીજી લહેર શરૂ થઈ ત્યારથી રાજ્યમાં સૌથી વધુ કેસ સુરતમાંથી સામે આવી રહ્યા છે. અગાઉ 500થી 600 કેસ સામે આવતા હતા તે વધીને હવે 800ને પાર પહોંચી ગયા છે. જે બતાવે છે કે હાલ સુરતમાં કેટલી ગંભીર પરિસ્થિતિ છે. વહીવટી તંત્ર જો આ મામલે ગંભીરતાથી સત્વરે પગલાં નહીં લે તો હજી ભયાવહ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.

Related posts

સૌથી ઝડપી ચાર્જ થશે આ સ્માર્ટફોન, એપ્રિલના અંતમાં થશે ભારતમાં લોન્ચ

madhuri rathod

કોરોનાનો કહેરઃ ગુજરાતની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં 30મી એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય

malay kotecha

કોરોનાની પીક સાથે ફરી સોનાના ભાવમાં તેજી, જાણો છેલ્લા 10 દિવસમાં કેટલા વધ્યા ભાવ

ravi chaudhari

Leave a Comment