जन मन INDIA
slider news અમદાવાદ ગુજરાત મધ્ય

રેમડેસિવીર મામલે નીતિન પટેલનું મહત્વનું નિવેદન, કહ્યું-સરકાર ફક્ત આટલા રૂપિયામાં કરાવશે ઉપલબ્ધ

અમદાવાદ : સમગ્ર દેશમાં કોરોનાનો કાળો કેર વરસી રહ્યો છે ત્યારે કોરોનાના કારણે ગુજરાતની પરિસ્થિતિ પણ દિવસે ને દિવસે વધુ ખરાબ બની રહી છે.

હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ નથી તો રેમડેસિવીર ઇન્જેક્શન માટે લાંબી લાઈનો જોવા મળે છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ કેટલી વિસ્ફોટક છે તેનો ચિતાર આજે રાજ્ય સરકારે લીધેલા નિર્ણય પરથી જાણી શકાય છે.

કોરોનાની વણસી રહેલી પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેરની એસવીપી હોસ્પિટલના તમામ 1000 બેડને કોરોનાની સારવાર માટે ફાળવી દેવાની સૂચના આપવામાં આવી છે.

અત્યાર સુધી કોરોનાના દર્દીઓની સારવાર કુલ 500 બેડ પર જ થઇ રહી હતી. નીતિન પટેલે જણાવ્યું કે આજથી દરરોજ 100 દર્દીઓની બેચ એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.

જ્યારે આગામી સમયમાં એક પછી એક કરીને કુલ 500 દર્દીઓને દાખલ કરી દેવામાં આવશે. આ ઉપરાંત હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય દર્દીઓને રજા આપવામાં આવશે.

આ ઉપરાંત મંજૂ શ્રોફ કિડની હોસ્પિટલને પણ રાજ્ય સરકાર પોતાના હસ્તક લઈ રહી છે અને ત્યાં પણ કોવિડના નવા બેડ શરૂ કરવામાં આવશે.

અગાઉ સરકારે નાની હોસ્પિટલોને કોવિડ-કેર શરૂ કરવાની મંજૂરી આપી છે ત્યારે હવે કોવિડની સારવાર માટે વધુ બેડ ઉમેરવામાં આવશે.

નીતિન પટેલે એ પણ જણાવ્યું કે અમદાવાદમાં મેડિસિટી કેમ્પસમાં આજે 488 બેડ ખાલી છે અને હજુ બીજા 400 બેડની વ્યવસ્થા કરવામાં આવશે. જેની સૂચના આજે આપી દેવામાં આવશે. જેથી રાજ્યના મેડિસિટી કેમ્પસમાં હવે 888 પથારી કોવિડ માટે ઉપલબ્ધ રહેશે.

આ ઉપરાંત રાજ્યમાં રેમડેસિવીર ઇન્જેક્શનની અછત વિશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ગઈકાલે રાજ્યમાં સરકાર દ્વારા 35000 અને પ્રાઇવેટ સ્ટોર દ્વારા 35000 એમ 70,000 ઇન્જેક્શન ઠાલવવામાં આવ્યા છે.

કંપની દ્વારા સરકારને દરરોજ 35000 ઇન્જેક્શનનો સ્ટોક આપવામાં આવશે. સરકાર હોસ્પિટલોને આ ઇન્જેક્શન નહીં નફો નહીં નુકશાનના ધોરણ 800-900 રૂપિયાના ભાવે ઉપલબ્ધ કરાવશે.

Related posts

એન્ટિલિયા કેસઃ NIAએ સચિન વાજેના નજીકના સહયોગી રિયાઝ કાઝીની કરી ધરપકડ

malay kotecha

કોરોના સંકટઃ રાજકોટના જેતપુરમાં આજથી 30 એપ્રિલ સુધી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય

malay kotecha

દાહોદના દેલસર ગામે એક રહેણાંક મકાનમાંથી યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ

malay kotecha

Leave a Comment