ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસો ફરી એકવાર વધતા જોવા મળી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ ગુજરાતમાં પણ હવે ધીમી ગતિએ વધી રહ્યું છે, ત્યારે આજે 97 દિવસ બાદ રાજ્યમાં કોરોનાએ 100નો આંકડો પાર કરી દીધો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લે 3 માર્ચ 2022ના રોજ 128 કેસ નોંધાયા હતા. આજે નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં સૌથી વધુ 50 કેસ નોંધાયા છે.
જોકે 24 કલાકના સમયગાળા દરમિયાન એક પણ મૃત્યુ નથી નોંધાયું. જ્યારે 24 કલાકમાં 29 દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
Advertisement
આ સાથે જ રાજ્યમાં રિકવરી રેટ 99.07 ટકા થયો છે. હાલ રાજ્યભરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 445 થઈ છે. જે તમામ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 1214309 દર્દી સાજા થયા અને 10944 દર્દીના મૃત્યુ થયા છે.
Advertisement