ફ્રાંસમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ફ્રાન્સમાં કોરોના વાયરસની પાંચમી લહેરની શરૂ થઇ છે. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું છે કે, દેશમાં કોરોના મહામારીની પાંચમી લહેરની શરૂઆતની પુષ્ટિ થઈ ગઈ છે. સ્થાનિક મીડિયાને ઈન્ટરવ્યું આપતા તેમણે કહ્યું કે, દેશમાં અન્ય પાડોશી દેશોની જેમજ પાંચમી લહેર શરૂ થઈ ગઈ છે.
ફ્રાંસના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરેને કહ્યું કે, દેશમાં નવી ચિંતા ઉભી થઈ છે. દેશમાં અન્ય પાડોશી દેશોની જેમજ પાંચમી લહેર શરૂ થઈ ગઈ છે. પાડોશી દેશના ડેટાને જોઈને લાગી રહ્યું છે કે આ લહેર પાછલી લહેરની તુલનામાં વધારે ગંભીર હોઈ શકે છે. ઓલિવિયર વેરને કહ્યું કે, અમે લોકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી રહ્યા છીએ.
ઓલિવિયરે કહ્યું કે, વધુ રસીકરણ અને સ્વચ્છતાથી આપણે પાંચમી લહેરને નબળી બનાવી શકીએ છીએ. ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 11,883 કેસ નોંધાયા છે. ઓક્ટોબર પછી નવેમ્બર શરૂ થતાજ અહીંયા સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ફ્રાન્સમાં અત્યાર સુધીમાં 73.46 લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે. ફ્રાન્સમાં કોરોનાને કારણે 1.19 લાખથી વધુ લોકોના મૃત્યુ નીપજ્યા છે.
આ મામલે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુએવલ મેક્રોએ નિવેદન આપ્યું કે, દેશમાં કોરોના કેસની સંખ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિએ લોકોને આગ્રહ કર્યો છે કે તેઓ લોકો વેક્સિન લગાવે. સાથેજ લોકોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવા માટે કહ્યું છે.