Corona Cases Today: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 14,830 નવા કેસ આવવાથી દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત થઈ ચૂકેલા લોકોની સંખ્યા વધીને 4,39,20,451પર પહોંચી ગઈ. જ્યારે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા 1,50,877થી ઘટીને 1,47,512 થઈ ગઈ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે સવારે જારી આંકડાઓમાંથી આ જાણકારી મળી.
આંકડાઓ પ્રમાણે, દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી વધુ 36 લોકોના મૃત્યુ થવાથી મૃતક સંખ્યા વધીને 5,26,110 પર પહોંચી ગઈ છે. જ્યારે, ઉપચારાધીન કેસ સંક્રમણના કુલ કેસોના 0.34 ટકા છે, જ્યારે કોવિડ-19માંથી સ્વસ્થ થનારા લોકોનો દર 98.47 ટકા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર, છેલ્લા 24 કલાકમાં ઉપચારાધીન દર્દીઓની સંખ્યામાં 3365ની કમી આવી. જ્યારે, દૈનિક સંક્રમણ દર 3.48 ટકા, જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 4.53 ટકા નોંધાયો.
આંકડા પ્રમાણે, ભારતમાં અત્યાર સુધીમાં કુલ 4,32,46,829 લોકો સંક્રમણમાંથી સ્વસ્થ થઈ ચૂક્યા છે, જ્યારે કોવિડ-19 મૃત્યુ દર 1.20 ટકા છે. મંત્રાલયના અનુસાર, રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 202.5 કરોડથી વધારે ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં સાત ઓગસ્ટ 2020એ સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020એ 30 લાખ અને પાંચ સપ્ટેમ્બર 202એ 40 લાખથી વધારે થઈ ગઈ હતી. સંક્રમણના કુલ કેસો 16 સપ્ટેમ્બર 2020એ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020એ 60 લાખ, 11 ઓક્ટોબર 2020એ 70 લાખ, 29 ઓક્ટોબર 2020એ 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને પાર હતા.
દેશમાં 19 ડિસેમ્બર 2020એ આ કેસો એક કરોડથી વધારે થઈ ગયા હતા. ગયા વર્ષે ચાર મે એ સંક્રમિતોની સંખ્યા બે કરોડ અને 23 જૂન 2021એ ત્રણ કરોડને પાર પહોંચી ગઈ હતી. આ વર્ષે 25 જાન્યુઆરીએ કેસ ચાર કરોડને પાર થઈ ગયા હતા.