દેશમાં ફરી એકવાર કોરોનાએ લોકોને ડરાવવાનું શરૂ કર્યું છે. સંક્રમણને કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ગુરુવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16,156 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 733 દર્દીઓના મૃત્યુ નીપજ્યાં છે. રિકવરી રેટ 98.20 ટકા છે. આ સિવાય ભારતમાં 1,60,989 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. બીજી તરફ જો આપણે દેશમાં મૃતકોની કુલ સંખ્યા વિશે વાત કરીએ તો તે વધીને 4,56,386 થઈ ગઈ છે અને કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 3,42,31,809 થઈ ગઈ છે.
COVID19 | India reports 16,156 new cases, 733 deaths in the last 24 hours; Active caseload stands at 1,60,989: Ministry of Health and Family Welfare pic.twitter.com/7RCXC5xQqx
— ANI (@ANI) October 28, 2021
Advertisement
સતત વધી રહી છે મૃતકોની સંખ્યા
બુધવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, 24 કલાકમાં કોરોનાના 13,451 નવા કેસ નોંધાયા હતા અને આ સમયગાળા દરમિયાન 585 દર્દીઓના મૃત્યુ નીપજ્યાં હતા. જ્યારે મંગળવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, 24 કલાક દરમિયાન કોરોનાના 14,306 નવા કેસ નોંધાયા હતા. જ્યારે આ સમયગાળા દરમિયાન 443 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. જોકે આ સમયગાળા દરમિયાન 18,762 લોકો સ્વસ્થ પણ થયા હતા. કોરોના સંક્રમણથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધવાને કારણે ત્રીજા લહેરની આશંકા વધી ગઈ છે. તહેવારો દરમિયાન ફરી કોરોનાનું સંક્રમણ ફેલાવા લાગ્યું છે.
AY.4.2 કોરોના વેરિએન્ટે વધારી ચિંતા
ભારતમાં AY.4.2 નામનું કોરોનાનું નવું વેરિઅન્ટ સામે આવ્યા બાદથી સરકારની સાથે-સાથે લોકોની ચિંતા પણ એકવાર ફરીથી વધી છે. આ વેરિઅન્ટ પર વાત કરતા આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, સરકાર આ બાબત પર નજર રાખી રહી છે અને દરેક સ્તરેથી તેની તપાસ કરવામાં આવી રહી છે.
છેલ્લા 24 કલાકમાં 12,90,900 સેમ્પલ ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, બુધવારે ભારતમાં કોરોના વાયરસ માટે 13,05,962 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ગઈકાલ સુધીમાં કુલ 60,44,98,405 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.