અમદાવાદઃ રાજ્યભરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. કોરોનાના નવા કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સમાન્ય લોકોથી માંડીને રાજનેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. જેની વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલ બાદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને પણ સારવાર અર્થે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ બાદ હવે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાજ્યના મહેસૂલ મંત્રીને 7 દિવસ અગાઉ કોરોનાના હળવા લક્ષણો દેખાયા હતાં. બાદમાં તેઓએ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો, જેમાં તેઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને તેઓ તાત્કાલિક પોતાના નિવાસ સ્થાને હોમઆઈસોલેટ થઈ ગયા હતાં. આ ઉપરાંત તેઓએ તેમને સંપર્કમાં આવેલા લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરી હતી.
એક રિપોર્ટ અનુસાર, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને હોમ આઈસોલેશનની સારવાર દરમિયાન રેમડેસિવીર અને સ્ટેરોઈડ આપવું પડ્યું હતું. જોકે, સારવાર દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી તાવ ન ઉતરતા તેઓને યુ.એન.મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સવારે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને પણ યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલનો 4 દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી.
તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ‘આજરોજ મને કોરોનાના સામાન્ય લક્ષણો દેખાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા થોડાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો, શુભેચ્છકોને સ્વેચ્છાએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું.’
આજરોજ મને કોરોનાના સામાન્ય લક્ષણો દેખાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Advertisementછેલ્લા થોડાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો, શુભેચ્છકોને સ્વેચ્છાએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું.
— Raghavji Patel (@RaghavjiPatel) January 23, 2022