ગુજરાત: ગુજરાતમાં કોરોનાના કેસોએ જબરદસ્ત રફ્તાર પકડતા આજે દૈનિક કેસના આંકડાએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. ગુજરાતમાં કોરોનાએ પહેલી અને બીજી લહેરનો રેકોર્ડ તોડતા આજે 17 હજારને પાર કેસ થઈ ગયા છે.
જેને લઈ સરકારની પણ ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં આજે કોરોનાનાં 17,119 કેસ નોંધાયા છે. તો બીજી તરફ કોરોનાના 7883 દર્દીઓ જ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,66,338 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 90.61 ટકાએ પહોંચી ચુક્યો છે.
જ્યારે 24 કલાકમાં વધુ 10 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં મૃત્યુઆંક વધીને 10164 થયો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9 લાખ 38 હજાર 993એ પહોંચ્યો છે, જે પૈકી હાલ રાજ્યમાં 70374 એક્ટિવ કેસ છે. આ કેસોમાં 95 દર્દી વેન્ટિલેટર પર હોવાની માહિતી સામે આવી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 17119 કેસોમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 5998 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે સુરત કોર્પોરેશનમાં 3563, વડોદરા કોર્પોરેશનમાં 1539 કેસ નોંધાયા છે.આપને જણાવી દઈએ કે, બીજી લહેર સમયે 14605 કેસ આવ્યા હતા તે હાઇએસ્ટ આંકડો હતો. જોકે આજે આ રેકોર્ડ પણ તુટી ગયો છે.