जन मन INDIA
slider news મનોરંજન

બોલીવુડ સેલિબ્રિટીસ પર કોરોનાનો કહેર, હવે કેટરીના કૈફ પણ કોરોના પોઝિટિવ

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસોની સાથે જ બોલીવુડમાં રોજ કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે.

હવે અભિનેત્રી કેટરીના કૈફ કોરોના સંક્રમિત થઇ ગયા છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ જાણકારી શેર કરી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે, જે કોઈ તેમના સંપર્કમાં આવ્યા છે તેઓ તાત્કાલિક પોતાનો ટેસ્ટ કરાવી લે.

કેટરીનાએ ઇન્સ્ટાગ્રામ પર આપી જાણકારી

કેટરીના કૈફે લખ્યું, ‘મારો કોવિડ -19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખુદને આઇસોલેટ કરી લીધી છે. હાલમાં હોમ ક્વોરેન્ટાઇન છું.

હું બધા પ્રોટોકોલનું પાલન કરી રહી છું સાથે જ ડોકટરોની સલાહ પણ માની રહી છું. હું દરેકને વિનંતી કરું છું, જે કોઈ પણ મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાનો કોરોના ટેસ્ટ તાત્કાલિક કરાવે. તમારા બધાના સાથ અને પ્રેમ માટે આભાર. તમે બધા પોતાનું ધ્યાન રાખો અને સલામત રહો.’

વિક્કી કૌશલ પણ થયા સંક્રમિત

તમને જણાવી દઈએ કે, એક દિવસ પહેલા કેટરિના કૈફના રૂમર્ડ બોયફ્રેન્ડ વિક્કી કૌશલ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આ માહિતી તેમણે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.

વિક્કી કૌશલે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું કે, ‘તમામ પ્રકારના બચાવ અને સંભાળ છતાં પણ દુર્ભાગ્યે હું કોરોના સંક્રમિત થઇ ગયો છું. હું બધા જરૂરી પ્રોટોકોલને અનુસરી રહ્યો છું અને હાલમાં હોમ ક્વોરેન્ટાઇન છું.

આ સાથે જ હું ડોકટરોની સલાહ મુજબ દવાઓ લઈ રહ્યો છું. મારી સાથે સંપર્કમાં આવનારા બધાને વિનંતી કરું છું કે તેઓ પોતાનો કોરોના ટેસ્ટ કરાવે. તમે બધા કાળજી લો અને સલામત રહો.

https://www.instagram.com/p/CNRh9RupynV/

આ પહેલા પણ ઘણા કલાકરો થયા કોરોના સંક્રમિત

તમને જણાવી દઈએ કે, બોલીવુડમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ અક્ષય કુમાર કોરોના પોઝિટિવ થયા હતા. તેમના કોરોના સંક્રમિત થયા બાદ બીજા જ દિવસે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગોવિંદા, વિક્કી કૌશલ અને ભૂમિ પેડનેકર પણ કોરોના સંક્રમિત થઇ ગયા છે. આ સાથે જ આલિયા ભટ્ટ પણ કોરોના સંક્રમિત થઇ ગયા હતા અને તેઓ હોમ ક્વોરેન્ટાઇન છે.

આ અગાઉ રણબીર કપૂર અને કાર્તિક આર્યન પણ કોરોના સંક્રમિત થયા હતા, હવે બંનેના રિપોર્ટ નેગેટિવ આવી ગયા છે.

બોલિવૂડમાં અત્યાર સુધીમાં ઘણા કલાકારો કોરોના સંક્રમિત થયા છે. મોટા ભાગના કલાકારો ઘરમાં જ હોમ ક્વોરેન્ટાઇન છે અને તમામ જરૂરી ગાઇડલાઇન્સનું પાલન કરી રહ્યા છે.

Related posts

દાહોદના દેલસર ગામે એક રહેણાંક મકાનમાંથી યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ

malay kotecha

બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવા સોનૂ સૂદની અપીલ, વિદ્યાર્થીઓના સમર્થનમાં કરી આ વાત

ravi chaudhari

અમિતાભ બચ્ચને પોતાના ઘર જલસાને લઈ કર્યો ખુલાસો, જાણો કેટલી ફિલ્મોના થયા છે આ ઘરમાં શુટીંગ

ravi chaudhari

Leave a Comment