ગરમીમાં લોકોને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર ac ચલાવ્યા બાદ પણ કૂલિંગ નથી થતું. જ્યારે ac અને પંખો કોઈ કામ ન કરી શકે ત્યારે તમે એક બેડ શીટનો ઉપયોગ કરી શકો છો. તમે હવે વિચારી રહ્યા હશો કે આ બેડ શીટ ખરી ગરમી કે ચોમાસાના બફારામાં કેવી રીતે રાહત અપાવશે? તો તમને જણાવી દઈએ કે હવે એક એવી બેડ શીટ આવી ગઈ છે જે બિછાવતા જ બરફની જેમ ઠંડી થઈ જાય ચે અને તેના પર ઉંઘ્યા બાદ તમને જૂન-જૂલાઈની ગરમી પણ ઠંડી લાગવા લાગે.
Cooling Gel Mattressને ઑનલાઈન અને ઑફલાઈન બંન્ને રીતે ખરીદી શકાય છે. Amazon પરથી ખરીદવા પર બંપર ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. આ કારણ છે કે તેની કિંમત માત્ર 699 રૂપિયા છે. ઑર્ડર કરવા પર Amazon બે થી ત્રણ દિવસમાં ડિલીવરી કરી દેશે. સાથે જ એ ઘણી આરામદાયક પણ છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આ કામ કેવી રીતે કરે છે?
આ Cooling Pad માં કોઈ પંખો નથી લાગેલો. સાથે જ તેમાં Vibration કે અન્ય કોઈ ચીજ નથી હોતી. બસ તમારે આ બેડ પર પાથરવાની હોય છે. પાથર્યા પછી તે કૂલિંગ કરવાનું શરૂ કરી દે છે. આ સંપૂર્ણ રીતે સાઈલેન્ટ રહે છે.
તેમાં કોઈ અવાજ પણ નથી થતો. તેને બનાવવા માટે કૂલિંગ જેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે વેટ પડ્યા બાદ ગરમની જગ્યાએ ઠંડી થવાની શરૂ કરી દે છે. ઉંઘતી વખતે પણ તે ઘણી આરામ આપે છે. કારણ કે તે સંપૂર્ણ બૉડીને કૂલ કરી દે છે.
ખરાબ થવાની સ્થિતિમાં શું કરશો?
Cooling Padને બેડશીટની નીચે પાથરવામાં આવે છે. એવામાં તેના ગંદા થવાના ચાન્સ ખુબ ઓછા રહે છે. તો પણ જો તે ગંદી થાય છે તો તેને સાફ કરતી વખતે સુકા કપડાનો ઉપયોગ કરવામાં આવે છે. સરળતાથી ચાદર પર કપડુ મારીને તેને સાફ કરવામાં આવી શકે છે. યાદ રહે કે કોઈ પણ સ્થિતિમાં ધોવાની નથી. ધોયા બાદ જેલની કુલિંગ ઓછી થઈ જશે. તેમા ફિટ જેલની ખાસિયત છે કે આ શરીરની ગરમીને ખેંચે છે, જેનાથી ઘણા રાહત અનુભવાય છે.