લખતર તાલુકાના સદાદ ગામમાં મનરેગા યોજના હેઠળ પેવર બ્લોકનું કામ શરૂ કરાતા વિવાદ સર્જાયો છે.ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, ગામના શ્રમિકોને બદલે બીજા શ્રમિકો દ્વારા કામ કરાવવામાં આવી રહ્યું છે.
લખતર તાલુકા પંચાયતની મનરેગા શાખા દ્વારા લખતર તાલુકાના જુદા-જુદા ગામમાં વિકાસના કામ હાથ ધરવામાં આવ્યા છે, જેમાં ગ્રામ પંચાયત ભવનથી લઈને સીસી રોડ પેવર બ્લોક સહિતના કામ હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે લખતર તાલુકાના સદાદ ગામમાં પણ પેવર બ્લોક રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
સદાદ ગામના એક સ્થાનિક દ્વારા લખતર તાલુકા વિકાસ અધિકારીને ઉદેશીને એક અરજી કરવામાં આવી છે. સ્થાનિક દ્વારા અરજીમાં પેવર બ્લોકનું કામ કરી રહેલા શ્રમિકો અંગે યોગ્ય તપાસ કરવાની માંગ કરાઈ છે.
અરજીમાં શ્રમિકો અંગે યોગ્ય તપાસ કરી તાલુકા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી કરવાની માંગ કરાતા લખતર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે.