ભાવનગર જિલ્લાના ગારીયાધારની મામલતદાર કચેરી ખાતે ચાલુ નૌકરી પર કર્મચારી ફિલ્મ નિહાળતા હોઈ તેવો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં એક બાજુ અરજદારો લાંબી લાઈનો લગાવીને ઉભા હતાં જ્યારે બીજી તરફ કર્મચારી લેપટોપની સ્ક્રીન પર ફિલ્મ નિહાળતાં નજરે પડી રહ્યા હતા. આ બાબતે ગારીયાધારના મામલતદાર દ્વારા કડક સૂચના દેવાઈ હતી કે આગળ આવી ઘટના બનશે તો કર્મચારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કર્મચારીનો કાર્ય સમયમાં ફિલ્મ નિહાળતો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. આ બાબતને લઈને ગારીયાધાર ના મામલતદાર દ્વારા કડક હાથે સૂચના દેવાઈ હતી કે હવે પછી કોઈ પણ અધિકારી ચાલુ નૌકરી દરમિયાન ફિલ્મ કે અન્ય કોઈ પ્રવૃત્તિ મામલતદાર કચેરીમાં ન કરે.
Advertisement
Advertisement