આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણીવાર વ્યક્તિની તો ઘણીવાર તંત્રની હકીકતો સામે આવતી હોય છે. આવું જ કંઈક રીવા જિલ્લાના એક કોન્સ્ટેબલ સાથે થયું. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને હવે લોકો તેમના પ્રત્યે રોષ વ્યક્ત કરી રહયા છે. વાત એમ છે કે મધ્યપ્રદેશના જબલપુર રેલવે સ્ટેશન પર કોઈએ એવી ઘટના પોતાના કેમેરામાં કેદ કરી લીધી, જેના પછી પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો. જાણો લો કે આખરે આ આખો મામલો શું છે…
પોલીસે કર્યું ગેરવર્તન
માત્ર 30 સેકન્ડના આ વીડિયોમાં પોલીસ કોન્સ્ટેબલ એક વૃદ્ધ વ્યક્તિ પર હાથ ઉપાડતો જોઈ શકાય છે. પોલીસકર્મીની ઓળખ અનંત મિશ્રા તરીકે જણાવવામાં આવી રહી છે. વીડિયોમાં દેખાતા વૃદ્ધ વ્યક્તિ સાથે તેનું વર્તન ખૂબ જ ખરાબ છે.
Pathetic & Horrible
(Jabalpur Station Incidence) pic.twitter.com/JMh356IgXF— J.J.SaidaiahBabu सैदय्या बाबू సైదయ్యబాబు (@SaidaiahBabuINC) July 29, 2022
વૃદ્ધ વ્યક્તિ સાથે કરી મારપીટ
આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક પોલીસ કોન્સ્ટેબલ વૃદ્ધને ક્રૂરતાથી મારી રહ્યો છે. ક્યારેક લાત મારી રહ્યો છે, તો ક્યારેક મોઢા પર મુક્કો મારી રહ્યો છે. આ પછી, પોલીસકર્મી આ વ્યક્તિને સાથે ઘસડીને લઈ જાય છે અને રેલવે પ્લેટફોર્મની સાઈડ પર લટકાવતો જોવા મળે છે. વીડિયો વાયરલ થયા બાદ અનંત મિશ્રાને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે.
પોલીસકર્મીને થઈ રહ્યો છે ટ્રોલ
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitter પર શેર કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વૃદ્ધ અને પોલીસકર્મી વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી. આ વીડિયો ઝડપથી ફેલાઈ રહ્યો છે અને પોલીસકર્મીને તેની હરકતો માટે ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.