ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે. યુપીમાં 10 ફેબ્રુઆરીથી પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થશે. આ પહેલા તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે અને ધીમે-ધીમે પોતાનો ઢંઢેરો બહાર પાડી રહ્યા છે. આ કડીમાં શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને યુપી પ્રભારી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હીમાં યુવા મેનિફેસ્ટો જારી કર્યો. પાર્ટીએ યુવાનોની રોજગારી, પરીક્ષા ફી અને ભરતીમાં પારદર્શિતા જેવા મુદ્દાઓ પર પોતાનો મત રજૂ કર્યો છે.
પ્રિયંકા ગાંધીએ મેનિફેસ્ટો વિશે શું કહ્યું-
– તેને ભરતી વિધાન એટલા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે યુપીમાં સૌથી મોટી સમસ્યા ભરતીની છે. આજે યુવાનો દુઃખી છે, પીડિત છે, ક્વાલિફાઈડ છે પરંતુ તેમને રોજગાર નથી મળતો. અમારો આ પ્રયાસ રહ્યો છે કે યુવાનોની દરેક સમસ્યાનો આ ભરતી વિધાનમાં સમાવેશ કરવામાં આવે.
– આ ભરતી વિધાનમાં યુવાનોને 20 લાખ નોકરીઓ આપવાનું કહેવામાં આવ્યું છે. શિક્ષકોની 1.50 જગ્યાઓ પણ ભરવામાં આવશે. અમે જોયું છે કે ભરતીમાં વિલંબ, પેપર લીક વગેરે થાય છે, તેથી આ સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
– આ વિધાન (કાયદા)માં ભવિષ્યના નિર્માણ માટે એટલે કે યુવાનોએ રોજગાર કેવી શરૂ કરવો છે, તેના માટે પણ એક વિભાગ છે.
– કેટલાક વર્ષોથી યુપીની યુનિવર્સિટીઓમાં ચૂંટણી નથી યોજાઈ રહી, તેને લઈને પણ એક સેક્શન છે.
– એક સેક્શનમાં યુવાનોની ભલાઈ વિશેની પણ વાત છે, જેમાં તેમના સ્વાસ્થ્યથી લઇને અન્ય વસ્તુઓ છે.
– એક વિધાનમાં પ્રદેશના સાત કરોડ યુવાઓને ટારગેટ કરવામાં આવ્યા છે.
– યુનિવર્સિટી, કોલેજ, ડોક્ટર, પોલીસ, આંગણવાડી કાર્યકરોમાં મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ છે જે ભરવામાં આવશે.
– સંસ્કૃત યુનિવર્સિટીઓમાં શિક્ષકોની જગ્યાઓ પર ભરતી, ઉર્દૂ શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે.
– ભરતી પ્રક્રિયામાં જે યુવાનોનો વિશ્વાસ ઉઠી ગયો છે તે પુનઃસ્થાપિત કરવામાં આવશે. ભરતી માટે ફોર્મ ભરવા માટે કોઈ પૈસા નહીં હોય, ટ્રેન, બસ વગેરેમાં આવવા-જવા માટે કોઈ પૈસા લેવામાં આવશે નહીં.
– જોબ કેલેન્ડર તૈયાર કરવામાં આવશે, જેમાં પરીક્ષાની તારીખથી નિમણૂકની તારીખ સુધીનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
– અમારી સરકાર આવશે તો શિક્ષણનું બજેટ વધારવામાં આવશે.
– યુનિવર્સિટી અને કોલેજોમાં ફ્રી વાઈ-ફાઈ, લાઈબ્રેરી, મેસ વગેરેની સુવિધા વધારવામાં આવશે.
– તમામ કોલેજો અને યુનિવર્સિટીઓમાં EWS માટે પ્રી અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટેની જોગવાઈ પણ હશે. સિંગલ વિન્ડો પણ ખોલવામાં આવશે.
– રોજગારની નવી તકો ઉભી થશે.
– નદી પર નિર્ભર સમુદાયો માટે વિશેષ કાર્ય કરવામાં આવશે.
– રોજગાર માટે 1 લાખની લોન 5 ટકા વ્યાજે મળશે.
– યુપીમાં નશીલા પદાર્થોનું સેવન ખૂબ વધી ગયો છે, તેના ઉકેલ માટે લખનઉમાં એક કેન્દ્ર હશે અને તેમાં ચાર હબ હશે, જે કાઉન્સેલિંગ વગેરે દ્વારા યુવાનોને ડ્રગ્સથી દૂર કરશે.
– ઈકોનોમિકલી બેકવર્ડ ક્લાસ માટે કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રી અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ આપવામાં આવશે.
– જે રમતો સ્થાનિક સ્થળોએ વધુ લોકપ્રિય છે, તેજ ઝોનમાં તેને ઓલિમ્પિક સ્તર સુધી વધારવા માટે ત્યાં એકેડેમી બનાવવામાં આવશે.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
રાહુલ ગાંધીએ આ પ્રસંગે કહ્યું હતું કે, દેશમાં બદલાવની જરૂર છે અને તે યુપીથી જ શરુ થઈ શકે છે. નરેન્દ્ર મોદીએ આપેલુ વિઝન ફેલ થયુ છે. યુવાઓ માટેનું વિઝન કોંગ્રેસ જ આપી શકે તેમ છે. આજે દેશમા બેરોજગારી ચાલીસ વર્ષની ટોચ પર છે. આ સંજોગોમાં યુપીને નવુ વિઝન નહીં મળે તો દેશ પણ નવા વિઝનથી વંચિત રહી જશે.