પશ્ચિમ બંગાળના દોમોહાનીમાં ગુરૂવારે પટનાથી ગુવાહાટી જઈ રહેલી બીકાનેર એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી જતા મોટી રેલ દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે ટ્રેનના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
Accident occurred around 5 pm b/w Domohani & New Maynaguri. Around 10 coaches affected. 3 dead, 20 injured; 5 lakh for deceased, Rs 1 lakh for severely injured, Rs 25,000 for minor injuries. High-level inquiry ordered: Guneet Kaur, Chief PRO, North-East Frontier Railway, Guwahati pic.twitter.com/wCaGBA9M66
— ANI (@ANI) January 13, 2022
Advertisement
આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 3 લોકોનાં મૃત્યુંનાં અહેવાલ મળી રહ્યા છે. આ સિવાય અન્ય કેટલાય લોકોને ઈજાઓ પહોંચી છે. એક મુસાફરે જણાવ્યું કે, ટ્રેનમાં અચાનક જોરદાર આંચકો આવ્યો હતો. જેના પછી કોચ પલટી ગયા હતા. મુસાફરે અનેક લોકોનાં મૃત્યુંની શક્યતા વ્યક્ત કરી હતી.
ભારતીય રેલવેએ આ દુર્ઘટના અંગે નિવેદન જાહેર કર્યું છે. જણાવવામાં આવ્યું છે કે, આ અકસ્માત સાંજે 5 વાગ્યાની આસપાસ થયો હતો. આ ઘટનામાં ટ્રેનના લગભગ 12 ડબ્બા પ્રભાવિત થયા હતા. DRM અને ADRM રાહત ટ્રેન અને મેડિકલ વાન સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા.
Guwahati-Bikaner Express derailment | I am reaching the site tomorrow morning. Medical teams, senior officers at the spot. PM Modi also took stock of the situation and rescue operation. Our focus is on rescue. Ex-gratia also announced: Union Railway Minister Ashwini Vaishnaw pic.twitter.com/6Rpgb8Gzg9
— ANI (@ANI) January 13, 2022
જણાવવામાં આવી રહ્યું છે કે દોમોહાની સ્ટેશનની સૌથી નજીક જલપાઈગુડી છે. અહીંથી રાહત ટ્રેનની સાથે એમ્બ્યુલન્સ પણ મોકલવામાં આવી હતી. પોલીસ અને સ્થાનિક લોકો રાહત કાર્યમાં જોડાયા હતા. ટ્રેન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને મૌનાગુડી હોસ્પિટલ અને જલપાઈગુડી જિલ્લા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
જ્યારે આ ટ્રેન દુર્ઘટના બની ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પ્રધાનમંત્રી સાથે કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરી રહ્યા હતા. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ મુખ્યમંત્રીએ અધિકારીઓને બચાવ અને રાત કાર્ય ઝડપી બનાવવા જણાવ્યું હતું.