ગુજરાતમાં હજુ તો કોરોના વાયરસનો ભય ગયો નથી. ત્યાં હવે પશુઓમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં લમ્પી વાયરસનું સંક્રમણ સતત ચિંતાજનક હદે વકરી રહ્યું છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 20 જિલ્લામાં લમ્પી રોગ ફેલાયો છે. ગુજરાતના 1935 ગામડામાં પશુઓમાં લમ્પી વાયરસનું સંક્રમણ ફેલાયું છે. સૌથી વધુ લમ્પી વાયરસના કેસ કચ્છ જિલ્લામાં નોંધાયા છે. અત્યાર સુધીમાં અત્યાર સુધી કચ્છ જિલ્લામાં સૌથી વધુ 37,414 કેસ નોંધાયા છે. ત્યારે લમ્પી વાયરસના કેસ વધતા રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કચ્છના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી અને સ્થિતિની સમીક્ષા કરી હતી.
રાજ્યભરમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં અસર થઇ છે. ત્યારે લમ્પીના વધતા સંક્રમણને લઇ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યાં છે અને કચ્છના સૌથી વધુ લમ્પીથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પહોંચ્યાં હતા. મુખ્યપ્રધાને ભુજ કોડકી રોડ સ્થિત આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ભુજ કોડકી રોડ સ્થિત આઇસોલેશન સેન્ટર અને વેક્સિનેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યપ્રધાને તંત્ર, સામાજીક સંસ્થા તથા ગૌરક્ષકોની કામગીરી અંગે માહિતી મેળવી હતી. 3 સ્થળો પર મુલાકાત બાદ CMએ તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં લમ્પીની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને લમ્પીના વધી રહેલા કેસોને અટકાવવા અંગે સંવાદ કર્યો હતો.
મહત્વનું છે કે, ગુજરાતમાં લમ્પી વાયરસનું સંક્રમણ સતત ચિંતાજનક હદે વકરી રહ્યું છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 20 જિલ્લામાં લમ્પી રોગ ફેલાયો છે. કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ, બનાસકાંઠા, બોટાદ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, પાટણ, અરવલ્લી, મહેસાણા, પંચમહાલ, મહીસાગર,વલસાડ જિલ્લામાં લમ્પીએ પશુઓને લપેટમાં લીધા છે. 1935 ગામડામાં પશુઓમાં લમ્પી વાયરસનું સંક્રમણ ફેલાયું છે. લમ્પી વાયરસથી અત્યાર સુધીમાં 1431 પશુઓના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે 8 લાખ 17 હજાર પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. કચ્છમાં સૌથી વધુ 37,414 કેસ નોંધાયા છે. તો કચ્છમાં 58 પશુનાં મોત થયા છે
અત્યાર સુધી નોંધાયેલા કેસમાં સૌથી વધુ 37,414 (69%) કેસ કચ્છ જિલ્લામાં, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 4108 (7.5%), જામનગર જિલ્લામાં 3559 (6.6%) કેસ નોધાયા છે. આજે નોંધાયેલ નવા કેસની વાત કરીએ તો 1867 કેસ પૈકી સૌથી વધુ કચ્છ જિલ્લામાં 373 કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં-318, રાજકોટ જિલ્લામાં 349, બનાસકાાંઠા જિલ્લામાં 274 અને જામનગર જિલ્લામાં 244 કેસ નોધાયા છે.