Class I girl letter to PM Modi: મોંઘવારીને લઈને દેશ વિદેશમાં ઘણી ફિલ્મો બની છે. કહાની અને પુસ્તકોમાં તો તેના વિશે ઘણુંબધું લખાઈ ચૂક્યું છે. સાહિત્યકારોએ કોઈ લેખમાં તો કવિએ પોતાની કોઈ કવિતામાં મોંઘવારીની એકદમ સટીક વ્યાખ્યા કરી છે.
‘મહંગાઈ ડાયન ખાયે જાત હૈ’ જેવા ફિલ્મી ગીતોમાં આમ આદમીના મનમાં છુપાયેલી પીડાને સમજી શકાય છે. એવામાં જ્યારે મોંઘવારીએ વડીલોથી લઈને બાળકો બધા પર બરાબર અસર કરી તો કન્નૌજની એક બાળકીએ પીએમ મોદીને મોંઘવારીના કારણે પત્ર લખી દીધો. બાળકીએ પોતાના પત્રમાં પેન્સિલ-રબરથી લઈને મૈગી સુધીના ભાવનો ઉલ્લેખ કર્યો અને બાળકીનો આ પત્ર લોકોનો ખૂબ પસંદ આવી રહ્યો છે.
પીએમના નામે પત્ર
યૂપીના કન્નૌજ જિલ્લા સ્થિત છિબરામઉ નિવાસી કૃતિ દુબે, સુપ્રભાષ અકાદમીમાં ધોરણ એકમાં ભણે છે. તાજેતરમાં કૉપી-પુસ્તક, રબર અને પેન્સિલ બધું મોંઘુ થયું છે, તેનાથી પરેશાન થઈને વિદ્યાર્થીની કૃતિ દુબેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને પોતાના મન કી બાત અને મમ્મીનો ગુસ્સો બંન્ને શેર કર્યો છે. કૃતિના પપ્પા વિશાલ દુબે એક અધિવક્તા છે જે પોતાની દીકરીની લખેલી ચાર લાઈનોના કારણે આખા યૂપીમાં પ્રખ્યાત થઈ ગયા છે.
પીએમને લખેલા પત્રમાં બાળકીએ લખ્યું- ‘મારૂં નામ કૃતિ દુબે છે. હું ધોરણ એકમાં અભ્યાસ કરૂં છું. મોદીજી તમે ખૂબ મોંઘવારી કરી દીધી છે. અહીં સુધી પેન્સિલ, રબર સુધી મોંઘા કરી દીધા છે અને મારી મૈગીના ભાવ પણ વધી ગયા છે. હવે મારી માતા પેન્સિલ માંગવા પર મારે છે. હું શું કરૂં. બીજા બાળકો મારી પેન્સિલ ચોરી લે છે.’ આ પત્રને પરિવારે પોસ્ટ કરી દીધો. આ રીતે જોત જોતામાં આ પત્ર ખૂબ વાયરલ થઈ ગયો.