શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં આતંકી હુમલામાં 5 જવાન શહીદ થયા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પીર-પંજાલમાં આતંકવાદીઓ સામે ચાલી રહેલી કાર્યવાહીમાં 4 જવાન અને એક JCO (Junior Commissioned Officer) શહીદ થયા છે.
A junior commissioned officer (JCO) & four soldiers killed in action during a counter-terrorist operation in the Rajouri sector in the Pir Panjal ranges: Sources
— ANI (@ANI) October 11, 2021
Advertisement
અનંતનાગમાં 1 આતંકી ઠાર, એક જવાન ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે મોડી રાત્રે શરૂ થયેલ અથડામણમાં સેનાના જવાનોએ 1 આતંકવાદીને ઠાર માર્યો છે. કાશ્મીર ઝોનના પોલીસ અધિકારીએ કહ્યું કે, અથડામણમાં એક પોલીસ કર્મચારી પણ ઈજાગ્રસ્ત થયા છે, જેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ચોક્કસ માહિતીના આધારે પોલીસ અનંતનાગના ખાગુંડ વેરીનાગ વિસ્તારમાં OGW (ઓવર ગ્રાઉન્ડ વર્કર)ને લેવા માટે ગઈ હતી. પોલીસની ટીમ શંકાસ્પદ સ્થળે પહોંચી ત્યારે છુપાયેલા આતંકવાદીએ પોલીસની ટીમ પર ફાયરિંગ કર્યું.
પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, જવાબી કાર્યવાહીમાં એક અજાણ્યો આતંકવાદી માર્યો ગયો, જ્યારે એક કોન્સ્ટેબલને પણ ગોળી વાગી હતી. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન ઠાર કરાયેલા આતંકવાદી પાસેથી એક પિસ્તોલ અને ગ્રેનેડ મળી આવ્યા છે.
સુરક્ષા દળોએ બાંદીપોરામાં એક આતંકવાદીને કર્યો ઠાર
આ સિવાય જમ્મુ-કાશ્મીરના બાંદીપોરાના હાજીન વિસ્તારના પણ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે અને સેનાના જવાનોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે, જોકે ઓપરેશન પૂર્ણ થયા બાદ વાસ્તવિક સંખ્યા કહી શકાશે. આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.