બોડેલી તાલુકાના ઝાંખરપુરા વસાહતના ત્રણ યુવાનોને પોલીસે માર માર્યાનો આક્ષેપ સાથે કુટુંબી સભ્યો સહિત ગ્રામજનો પોલીસ મથકે પહોંચતા નગરમાં ચકચાર મચી જવા પામી હતી. રાજ્યમાં લઠ્ઠાકાંડ બાદ પોલીસ તંત્ર એક્સનમાં આવી બુટલેગરો સામે તવાઈ બોલાવી રહી છે ત્યારે બોડેલી તાલુકાના ઝાંખરપુરા વસાહતના ત્રણ યુવનાઓ બોડેલી નજીક આવેલા ચારોલા ગામ નજીક નર્મદા મુખ્ય કેનાલ પાસે રાઠવા હરસિંગભાઈ (ઉ.વ ૨૯) રાઠવા દિનેશભાઇ કાંતિભાઈ (ઉ. વ 27) અને પિયુષભાઈ નાયક (ઉ.વ ૨૨) ખેતીકામ તેમજ ઢોર ચરાવી રહ્યા હતા ત્યારે પોલીસે ઢોર માર માર્યાનો આક્ષેપ યુવાનો કરી રહ્યા છે. ભોગ બનનાર હરસિંગભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે હું બકરીનો પાલો લઈને આવતો હતો અને મને ફોન આવ્યો કે પોલીસ વાળાભાઈ મને મારે છે.
પ્રાઇવેટ માણસો બે જણાએ પકડ્યો હતો. મને કીધું તું દારૂનું કટિંગ કરે છે. આ લોકો સાદા ડ્રેસમાં હતા. પ્રાઇવેટ ફોરવહીલ પણ હતી અને મને મારવા લાગ્યા અને અપશબ્દો બોલતા હતા. તમે બુટલેગરો છો કટિંગ કરો છો એમ કહીને માર મારવા લાગ્યા હતા. જેમાં રાઇટર ચિંતનભાઈને હું ઓળખું છું અને બીટ જમાદાર વાધેલા રણજીત સિંહ પણ સાથે હતા. ઘટનાના પગલે કુટુંબી સભ્ય, સરપંચ દ્વારા યુવાનોને બોડેલીની સામુહિક અરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા અને પોલીસ મથકે હલ્લાબોલ કર્યો હતો.