ગુજરાત રાજ્યના પંચાયત તલાટી કમ મંત્રીઓની પડતર માંગણીઓનો ગુજરાત સરકાર દ્વારા સ્વીકાર કરવામાં નહીં આવતા મંગળવારથી બોડેલી તાલુકાના તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાઈ બોડેલી સેવાસદન ખાતે દેખાવો કર્યા હતા
ગુજરાત રાજ્યના પંચાયત તલાટી કમ મંત્રીઓની સને ૨૦૦૪-૨૦૦૫ ની ભરતીના તલાટી કમ મંત્રીની પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવા બાબતની જગ્યાઓની વિસ્તરણ અધિકારી પંચાત વર્ગમાં અપડેટ કરવામાં આવતા ૧/૧/૨૦૧૬ બાદ મળવા પાત્ર પ્રથમ દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા બાબત અને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ લેવા સારું પરીક્ષા રદ કરવા બાબત, રેવન્યુ મહેસૂલી તલાટીને પંચાયત તલાટી મંત્રી માં મર્જ કરવા અથવા તો જોબ ચાર્ટ અલગ કરવા બાબત, પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની વધારાની કામગીરી તલાટી મંત્રીને ન સોંપવા અંગે અને વધારાનું ખાસ ભથ્થું આપવા બાબત તેમજ ગ્રેડ પે ની વિસંગતતા દૂર કરવામાં આવે જેવી પડતર માંગણીઓ બાબતે સન 2018 થી સતત લેખિત રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા તેનું કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં આવેલ નથી. એટલું જ નહીં અગાઉના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારમાં આ વિવિધ માગણીઓ બાબતે રજૂઆત કરતા સરકાર દ્વારા યોગ્ય ઉકેલ માટે બાહેધરી આપવામાં આવી હતી. પરંતુ આજે નવ માસ જેટલો સમય થવા છતાં સરકાર દ્વારા માંગણીઓ ન સ્વીકારી કોઈ યોગ્ય નિકાલ ના આવતા ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા તારીખ ૨/૮/૨૦૨૨થી પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ ચોક્કસ મુદતની હડતાલ પર જવાનું નક્કી કરવામાં આવ્યું છે.
બોડેલી તાલુકા સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના તલાટી કમ મંત્રીઓ એ ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના આદેશને ટેકો આપી ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી બોડેલી તાલુકાના તલાટી કમ મંત્રીઓએ બોડેલી સેવાસદન પહોંચી અમારી માંગે પૂરી કરો,. તલાટી એકતા જિંદાબાદ જેવા નારાજ લગાવી દેખાવો કર્યા હતા.
રિપોર્ટ : ઈમ્તિયાઝ મેમણ, છોટાઉદેપુર