છોટાઉદેપુર જિલ્લા કલેકટરે બોડેલી તાલુકાની મુલાકાત લીધી હતી. બોડેલી પોલીસ મથક તેમજ ચાચક ગ્રામ પંચાયતની દફતર ચકાસણી કરી હતી અને ત્યાર બાદ ચાચક ગામે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લા કલેકટર બોડેલી પોલીસ મથકની મુલાકાત લીધી હતી ત્યારે જિલ્લા ડીવાયએસપી અને બોડેલી પીએસઆઇની ઉપસ્થિતિમાં દફતરની ચકાસણી કરવામાં આવી હતી. ત્યાર બાદ જિલ્લા કલેક્ટરે બોડેલી તાલુકાની ચાચક જૂથ ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ત્યાં પણ દફતરની ચકાસણી કરી હતી આ ઉપરાંત ચાચક ગામે જન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્તુતિ ચારણએ ગ્રામજનોના પ્રશ્ન સાંભળી તેનો સત્વરે નિકાલ લાવવા અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.
રિપોર્ટ : ઈમ્તિયાઝ મેમણ, છોટાઉદેપુર
Advertisement
Advertisement