जन मन INDIA
slider news ધર્મ

Chaitra Navratri 2021: માતાજીના આશિર્વાદ મેળવવા કરો આ પાંચમાંથી કોઈ એક કામ, માં થઈ જશે પ્રસન્ન

માં ના ભક્તો 9 દિવસો સુધી નવરાત્રિનું વ્રત રાખે છે. પહેલા દિવસે ઘટસ્થાપના સાથે વ્રત શરૂ થાય છે અને 9 દિવસો બાદ વ્રત પારણ સાથે આ વ્રત સમાપ્ત થાય છે.

શાસ્ત્રોના અનુસાર, નવરાત્રીમાં માં દુર્ગાના સ્વાગત માટે ઘર પર વિશેષ પ્રકારની તૈયારી કરવી ખુબ જ શુભ હોય છે. આ 9 દિવસોમાં ભક્ત શક્તિની ઉપાસના કરે છે અને ભક્તિભાવથી પૂજા-આરાધનામાં ડૂબેલા રહે છે.

કમળનું ફુલ લાવો

ચૈત્રી નવરાત્રીમાં માતાના આશીર્વાદ મેળવવા માટે આ 9 દિવસોમાં કોઈ એક દિવસ ઘરે કમળનું ફુલ જરૂર લાવવા જોઈએ. કમળનું ફુલ માતા લક્ષ્મીને ખુબ પ્રિય હોય છે. જો કમળનું ફુલ ન મળે તો માતાને તમે લાલ રંગનું ફુલ પણ અર્પણ કરી શકો છો. માતાને લાલ ફુલ પણ અતિપ્રિય હોય છે.

સોના કે ચાંદીનો સિક્કો

ઘરમાં નવરાત્રીના દિવસોમાં સોના કે ચાંદીનો સિક્કો જરૂર લાવો પરંતુ ધ્યાન આપો તે સિક્કા પર માતા લક્ષ્મી કે ગણીશજીનું ચિત્ર જરૂર બનાવેલું હોય.

લાલ કપડા સાથે કોડી રાખો

ધન સાથે જોડાયેલા સમસ્યાને દૂર કરવા માટે ઘરની તિજોરીમાં નવરાત્રીના દિવસોમાં લાલ કપડાની સાથે કોડી રાખવી શૂભ હોય છે.

કમળના ફુલ પર બેસેલા માતા લક્ષ્મીના ફોટોની પૂજા કરો

નવરાત્રીએ કમળના ફુલ પર બેસેલા માતા લક્ષ્મીના ફોટોની પૂજા કરવી ખુબ શુભ હોય છે. એવું કરવાથી માં દુર્ગાની સાથે તમને લક્ષ્મીજીની પણ કૃપા મળશે. આ નવરાત્રીએ માતાની કૃપા મેળવવા માટે કમળના ફુલ પર બેસેલા માતા લક્ષ્મીના ફોટોની પૂજા કરો.

માતાને જાસુદનું ફુલ જરૂર ચઢાઓ

માતાને લાલ રંગ ખુબ જ પ્રિય હોય છે આ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. મા દુર્ગાને લાલ જાસૂદનું પુલ ખુબ પ્રિય હોય છે. માટે નવરાત્રના પુરા 9 જદિવસ સુધી જાસુદનું ફુલ જરૂર ચઢાઓ.

Related posts

એન્ટિલિયા કેસઃ NIAએ સચિન વાજેના નજીકના સહયોગી રિયાઝ કાઝીની કરી ધરપકડ

malay kotecha

કોરોના સંકટઃ રાજકોટના જેતપુરમાં આજથી 30 એપ્રિલ સુધી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય

malay kotecha

દાહોદના દેલસર ગામે એક રહેણાંક મકાનમાંથી યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ

malay kotecha

Leave a Comment