રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જે સ્કિન કેર મામલે ઘણી સારી હોય છે. સ્કિન કેરની ઘરેલું પદ્ધતિઓમાં તેનો ઉપયોગ સદીઓ જૂનો છે અને ખૂબ જ લોકપ્રિય પણ છે. પરંતુ કેટલીકવાર ત્વચાની સંભાળને લગતી નાની ભૂલ પણ મોટું નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં કુદરતી અથવા પેકેજ્ડ પ્રોડક્ટનો ઉપયોગ કરતા પહેલા તમારી ત્વચા વિશે કેટલીક બાબતો જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ફેમસ સ્કિન કેર પ્રોડક્ટ છે દૂધ
સ્કિન કેર મામલે દૂધ, હળદર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે, તેના વિના ન તો કુદરતી અને ન તો પેકેટ સ્કિન કેર પ્રોડક્ટની કલ્પના કરી શકાય છે. ઘરે બનાવેલા ફેસ પેક હોય કે બજારમાં ઉપલબ્ધ તૈયાર ફેસ પેક હોય, તેમાં મોટાભાગે દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં સ્કિન કેરમાં દૂધનો ઉપયોગ નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે કયા પ્રકારના લોકોએ ત્વચા પર દૂધનો ઉપયોગ ન કરવો જોઈએ.
આ લોકોએ ન કરવો જોઈએ સ્કિન પર દૂધનો ઉપયોગ
એલર્જીઃ જો સ્કિન પર કોઈપણ પ્રકારની એલર્જી હોય તો આ દૂધ અથવા અન્ય ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ સ્કિન પર ભૂલથી પણ ન કરો. આ સમસ્યાને વધારી શકે છે.
પિમ્પલ: જે લોકોને પિમ્પલ્સ હોય તેમણે પણ તેમની ત્વચા પર દૂધ અથવા ડેરી પ્રોડક્ટ્સ ન લગાવવી જોઈએ. આમ કરવાથી સ્થિતિ બગડી શકે છે.
ઓઈલી સ્કિન: ઓઈલી સ્કિન ધરાવતા લોકોએ ડેરી પ્રોડક્ટસ ચહેરા પર ન લગાવવી જોઈએ. તેમાં રહેલા ફેટી એસિડ્સ ત્વચા પર ઓઈલ વધારશે. આનાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
સેન્સિટિવ સ્કિનઃ જે લોકોની સ્કિન વધારે સેન્સિટિવ હોય, તેઓએ પણ દૂધ અથવા અન્ય ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ ચહેરા પર ન કરવો જોઈએ.