આજકાલના જમાનામાં કોઈ પણ યુઝર 1થી 2 વર્ષથી વધુ પોતાનો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા નથી. આ દરમિયાન તેઓ સ્માર્ટફોનમાં જરૂરી પાસવર્ડ, એકાઉન્ટની જાણકારી, નોટ્સ અને બાકીની જરૂરી વસ્તુઓને સેવ કરીને રાખે છે. એવામાં જ્યારે તેઓ ફોનથી બોર તવા લાગે છે અને નવા ફોનની તલાસમાં હોય છે ત્યારે તેઓ તાત્કાલિક સારા ભાવે ફોન વેચવા માની જાય છે. આ દરમિયાન તેમને સમજ નથી પડતી કે ફોન વેચતા પહેલા તેમને ફોનમાં શું શું કરવું જોઈએ અને તેઓ માત્ર ફેક્ટરી રીસેટ કરીને ફોન વેચી નાખે છે.
પરંતુ શું તમને ખબર છે આજકાલ હેકર્સ સરળતાથી તમારા ફોનનો ડેટા ચોરી કરી શકે છે. જો તમારા ફોનને રીસેટ અથવા ફેક્ટરી રીસેટ પણ કર્યો તો પણ તમારા જુના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા બેંક એકાઉન્ટ અને પાસવર્ડને હેક કરીને તેમાથી ખાનગી જાણકારી ચોરી કરી શકે છે. એવામાં આજે અમે તમારા માટે કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ લઇને આવ્યા છીએ જેની મદદથી આનાથી બચી શકાય છે.
બેકઅપ દરમિયાન રાખો આ ખાસ ધ્યાન
દરેક યુઝર ફોન વેચતા પહેલા ડેટાને હાર્ડ ડિસ્ક અને કોમ્યુટરમાં સેવ કરી દે છે. આ દરમિયાન તેઓ બાકી ડેટાને બેકઅપ કરી લે છે. પરંતુ મેન્યુઅલી તે ડેટાને ડીલીટ કરવાનું ભૂલી જાય છે. એવામાં એમાં ફોટો, વિડીયો અને ડેટાનો ઉપયોગ કોઈ પણ ખોટી રીતે કરી શકે છે. માટે હંમેશા આ વાતોનું ખાસ ધ્યાન રાખો.
ફોન નંબરોનું બેકઅપ લેવાનું ભૂલશો નહીં
મોટાભાગના યુઝર્સ ફોટા અને વિડીયોઝનું બેકઅપ લે છે પરંતુ તેઓ ફોન નંબરોનું બેકઅપ લેવાનું ભૂલી જાય છે. આવી સ્થિતિમાં તે જોખમી સાબિત થઈ શકે છે અને કોઈપણ તે નંબરનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. તેથી ફોન નંબર્સનો બેકઅપ લેવા માટે તમારે પહેલા સેટિંગ્સમાં જવું પડશે, ત્યારબાદ એકાઉન્ટ્સ > ગૂગલ-> બેકઅપ કરવું પડશે.
ડેટા કાયમ માટે કરો ડિલીટ
ડેટાને તમે ગમે તે રીતે ડિલીટ કરી નાખો છો પરંતુ અંતમાં તે તમારા ફોનમાં જ રહી જાય છે, એવામાં તેને હંમેશા માટે ડિલીટ કરવા માટે તમારે Sherid એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. આ પછી તમારે અલ્ગોરિધમને પસંદ કરવું પડશે અને પછી તમે કાયમ માટે ડેટા ડિલીટ કરી શકો છો.