દિલ્હી એરપોર્ટ પર બેદરકારીનો એક મોટો મામલો સામે આવ્યો છે. અહીં મંગળવારે IndiGoના પ્લેનની નીચે એક કાર આવી ગઈ હતી. જો કે આ દરમિયાન કાર પ્લેનના વ્હીલ સાથે અથડાતા માંડ-માંડ બચી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે આ કાર Go First એરલાઇનની હતી. આ ઘટના એરપોર્ટના T2 ટર્મિનલના સ્ટેન્ડ નંબર 201 પર હતી હતી. અહીં Go First એરલાઇનની કાર IndiGoની A320neo ફ્લાઇટ નીચે આવી ગઈ. DGCA આ મામલે તપાસ કરશે.
#WATCH | A Go Ground Maruti vehicle stopped under the nose area of the Indigo aircraft VT-ITJ that was parked at Terminal T-2 IGI airport, Delhi. It was an Indigo flight 6E-2022 (Delhi–Patna) pic.twitter.com/dxhFWwb5MK
Advertisement— ANI (@ANI) August 2, 2022
બીજી તરફ કાર ચાલકનો બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેથી જાણી શકાય કે તેણે દારૂ તો પીધો ન હતો ને. જોકે, ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. તેમજ વિમાનને કોઈ નુકસાન થયું ન હતું.
જણાવવામાં આવી રહ્યું છે કે મંગળવારે સવારે ઈન્ડિગોની ફ્લાઈટ પટના જવાની હતી. ત્યારે તેની નીચે એક કાર આવી ગઈ. જોકે, કાર પ્લેનના ટાયર સાથે અથડાતા અથડાતા માંડ બચી હતી. આ પછી પ્લેને પટના માટે ઉડાન ભરી હતી.
હજુ સુધી આ મામલે ગો ફર્સ્ટ અને ઈન્ડિગો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.