કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં આજે CRWC અને CWCના મર્જરને મંજૂરી મળી ગઈ છે. આ સાથે નિ: શુલ્ક અનાજ યોજનામાં વધારાની ફાળવણી – નવેમ્બર સુધી ચાલુ રાખવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આનાથી 80 કરોડ લોકોને ફાયદો થશે.
કેબિનેટ બેઠકમાં લેવાયેલ નિર્ણય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં Central Railside Warehouse Company અને
Central Warehousing Corporationના મર્જરને મંજૂરી મળી ગઈ છે. તેનાથી નૂર પરિવહન વધુ સારું બનશે. સાથે સાથે તે
ખર્ચ ઘટાડવામાં પણ મદદ મળશે, આ નિર્ણય પછી સરકારને વાર્ષિક 5 કરોડ રૂપિયાની બચત થશે.
કેબિનેટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM Gareeb Kalyan Ann Yojana) અંતર્ગત રાશનકાર્ડધારકોને દિવાળી
સુધી ફ્રીમાં અનાજ આપવાના નિર્ણયને મંજૂરી આપી છે.
પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાના આ વિસ્તારમાં સરકારે ગત વર્ષે 90 હજાર કરોડથી પણ વધુ ખર્ચ કર્યો હતો. જો આ યોજનામાં છેલ્લા 3 મહિનામો ખર્ચ જોડવામાં આવે તો અંદાજીત દોઢ લાખ કરોડ રૂપિયા થશે.
ગત વર્ષે દેશ વ્યાપી લોકડાઉન શરૂ થયાના થોડાક સમય બાદ જ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત થઈ હતી. આ યોજના અંતર્ગત દેશના અંદાજીત 81 કરોડ લોકોને એપ્રિલ, મે અને જૂનમાં નિઃશુલ્ક અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
80 કરોડ લોકોને થશે ફાયદો
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દિવાળી સુધી પ્રતિ સદસ્ય 5 કિલો અનાજ (ચોખા-ઘઉં) ફ્રી આપવામાં આવશે. એટલે કે રેશનકાર્ડ ધારકોને દિવાળી સુધી કુલ 10 કિલો અનાજ મળશે.
સભ્ય દીઠ 10 કિલો અનાજમાંથી માત્ર 5 કિલો અનાજ માટે જ મૂલ્ય ચૂકવવું પડશે અને બાકીનું 5 કિલો અનાજ મફતમાં મળશે. આ રીતે 4 સભ્યોના નામવાળા રેશનકાર્ડ પર દિવાળી સુધી કુલ અનાજ 20 કિલોને બદલે 40 કિલો કરવામાં આવ્યું છે.