Elon Musk Temporarily Hold Twitter Deal: એલોન મસ્ક (Elon Musk) ગયા મહિનાથી જ તેમની $44 બિલિયન ડોલરની ટ્વિટર ડીલ (Twitter Deal)ને લઈને હેડલાઇન્સમાં છે. આ દરમિયાન તેમણે ફરીથી ટ્વીટ કરીને લોકોને ચોંકાવી દીધા છે. તેમણે તેમની ટ્વિટર ડીલને હાલ પૂરતી હોલ્ડ પર રાખી છે. એલોન મસ્કે શુક્રવારે પોતાનો નિર્ણય જાહેર કરતા આનું કારણ પણ જણાવ્યું છે.
એલોન મસ્કે શું કહ્યું?
એલોન મસ્કે ટ્વિટર ડીલ હોલ્ડ પર રાખી છે. જો કે, ડીલ કાયમ માટે હોલ્ડ પર મૂકવામાં આવી નથી, પરંતુ મસ્કે તેને અસ્થાયી ધોરણે હોલ્ડ પર મૂકી છે. મસ્કે ટ્વિટર ડીલને હોલ્ડ પર રાખવાનું કારણ સ્પામ જણાવ્યું છે. એલોન મસ્કે એક ટ્વીટમાં કહ્યું કે, ડીલ ત્યાં સુધી અટકાવી દેવામાં આવી છે જ્યાં સુધી એ ન ખબર પડી જાય કે સ્પૈમ અથવા નકલી એકાઉન્ટ માઇક્રોબ્લોગિંગ સાઇટના કુલ યૂઝર્સ બેઝના પાંચ ટકાથી ઓછાનું પ્રતિનિધિત્વ કરે છે.”
Twitter deal temporarily on hold pending details supporting calculation that spam/fake accounts do indeed represent less than 5% of usershttps://t.co/Y2t0QMuuyn
— Elon Musk (@elonmusk) May 13, 2022
Advertisement
કંપનીના શેર ધડામ
આ સમાચાર બાદ સોશિયલ મીડિયા કંપની ટ્વિટરના શેર પ્રીમાર્કેટ ટ્રેડિંગમાં 20% ઘટ્યા છે. કંપનીએ આ મહિનાની શરૂઆતમાં અનુમાન લગાવ્યું હતું કે, આ ત્રણ મહિનામાં ફેક અથવા સ્પૈમ એકાઉન્ટ્સમાં ઘટાડો થયો છે.
એલોને પહેલા જ આપ્યું હતું વચન
તમને જણાવી દઈએ કે, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા ઇન્કના માલિક એલોન મસ્કે આ ડીલ પહેલા જ પોતાના ફોલોઅર્સને એક વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ટ્વિટર પ્લેટફોર્મ પરથી ‘સ્પૈમ બૉટ્સ’ દૂર કરવાની તેમની પ્રાથમિકતાઓમાંની એક હશે.