અભિનેત્રી મલાઈકા અરોરા અને અભિનેતા અર્જુન કપૂરનું બ્રેકઅપ થઈ ગયું છે. હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યો છે તે પ્રમાણે લગભગ 4 વર્ષ બાદ મલાઈકા અને અર્જુને અલગ થવાનો નિર્ણય લીધો છે.
રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, અભિનેત્રી મલાઈકા અરોરા છ દિવસથી ઉદાસ છે અને પોતાના ઘરની બહાર નીકળી નથી. અભિનેત્રી સંપૂર્ણ રીતે આઈસોલેટેડ થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે ખૂબ જ દુઃખી છે અને તેમણે થોડોક સમય એકલા રહેવાનો નિર્ણય કર્યો છે.
જ્યારે અર્જુન કપૂર પણ છેલ્લાં છ દિવસોથી મલાઈકાને મળવા ગયો નથી. આ વચ્ચે અર્જુન કપૂર ત્રણ દિવસ પહેલાં પોતાની બહેન રિયા કપૂરના ઘરે ડિનર માટે ગયો હતો. રિયાનું ઘર પણ મલાઈકાની નજીક છે. તેમ છતા અર્જુન કપૂર ડિનર બાદ પોતાની પાર્ટનરને મળવા ગયો નહોતો.
ગત સપ્તાહે મલાઈકા અરોરાએ અસ્વસ્થ હોવાના કારણે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર-2ના ગ્રાન્ડ ફિનાલેના શૂટિંગમાં સામેલ થવા ઈન્કાર કરી દીધો હતો. શોના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, અભિનેત્રી ‘થોડું લો’ મહેસુસ કરી રહી હતી. એ માટે થઈ તેમણે મેકર્સ સાથે વાત કરી ગ્રાન્ડ ફિનાલેમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો હતો.
આ પહેલીવાર નથી બન્યું કે મલાઈકા અને અર્જુન કપૂરના બ્રેક અપના સમાચાર સામે આવ્યા હોય. આ પહેલા ગયા વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં બંનેનું બ્રેક અપ થયુ હોવાના સમાચાર સામે આવ્યા હતા. જો કે, એ સમયે બંનેએ કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. પરંતુ મલાઈકાએ અર્જુન સાથે વેકેશનની તસવીરો શેર કરીને એ વાત સાબિત કરી દીધી હતી.