બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી તેના શાનદાર અભિનય અને સુંદરતાને કારણે તેના ચાહકોની સંખ્યા વધી રહી છે. આ સિવાય અભિનેત્રી પોતાની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિયારા અડવાણી અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાને ડેટ કરી રહી છે. જો કે, બંનેએ હજુ સુધી તેમના સંબંધોને ઓફિશિયલી જાહેર કર્યા નથી. અભિનેત્રીની વધતી ફેન ફોલોઈંગ વચ્ચે તેના ચાહકોને એના વિશે બધું જ જાણવામાં રસ છે. જણાવી દઈએ કે કિયારા મુંબઈના પૉશ વિસ્તારમાં રહે છે.
કિયારા અડવાણી પ્લેનેટ ગોદરેજમાં રહે છે, જે મુંબઈ શહેરના મહાલક્ષ્મી વિસ્તારમાં છે. પ્લેનેટ ગોદરેજ 51 માળની બિલ્ડીંગ છે, જેમાં 300થી વધુ 2, 3 અને 4 BHK એપાર્ટમેન્ટ્સ આવેલા છે. આ શહેરની સૌથી મોંઘી અને પ્રખ્યાત ઇમારતોમાંની એક છે.
મુંબઈના સૌથી વૈભવી અને પોશ વિસ્તારોમાંથી એક હોવા ઉપરાંત, મહાલક્ષ્મીથી હાજી અલી દરગાહ, રેસકોર્સ અને સમુદ્રનો સુંદર નજારો જોવા મળે છે. કિયારા અડવાણીનું ઘર ખૂબ જ સુંદર છે. તેનો લિવિંગ રૂમ વ્હાઇટ થીમમાં સજાવવામાં આવેલો છે.
કિયારા અડવાણી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેની સુંદર તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. જો કે, તે દરેક વખતે તેની સ્ટાઈલથી લોકોના દિલ જીતી લે છે, પરંતુ આ વાતને નકારી શકાય નહીં કે તેની તસ્વીરોના બેકગ્રાઉંડમાં દર વખતે અરીસો જોવા મળે છે.
આ અરીસો કિયારાના સુંદર લિવિંગ રૂમના ખૂણામાં મૂકવામાં આવ્યો છે. તે સ્પષ્ટ છે કે કિયારાને આ અરીસા સાથે ખૂબ જ પ્રેમ છે. તેની તસવીરોમાં સિલ્વર કલરની મોટી ફૂલદાની પણ જોઈ શકાય છે.
બીજા બધાની જેમ, કિયારા અડવાણીને પણ દિવાલોને યાદોથી સજાવવાનો શોખીન છે. તેણે પોતાના ઘરની દિવાલોને પણ તસવીરોથી સજાવી છે. તેના ઘરમાં એક મોટી બાલ્કની પણ છે જેમાં અભિનેત્રીએ સુંદર છોડ લગાવ્યા છે. તેની બાલ્કનીમાંથી મુંબઈનો સુંદર નજારો જોવા મળે છે. અહીં બેસીને સવારની ચા પીવાની મજા જરૂર આવી શકે.
કિયારા અડવાણીનું આલીશાન ઘર મુંબઈ શહેરના મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલું છે. આ કારણથી આ ઘરની કિંમત પણ ઘણી વધારે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિયારાના ઘરની કિંમત 15-17 કરોડ રૂપિયાની વચ્ચે છે.