બોલીવુડ અભિનેતા બોબી દેઓલ હાલ પોતાની વેબ સીરીઝ આશ્રમ-3ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ સીરીઝના બંને ભાગ હિટ રહી ચુક્યા છે. ત્યારે આશ્રમ-3 જૂન મહિનાની 3જીએ ધમાલ મચાવવા આવી રહી છે, જેને લઈ બોબી દેઓલના ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત બન્યા છે. આ વેબ સીરીઝમાં બોબી દેઓલ બાબા નિરાલાનું પાત્ર ભજવી રહ્યા છે.
બોબી દેઓલ ક્યારેક હિટ અભિનેતાઓની યાદીમાં સામેલ હતા, પરંતુ તેમણે પોતાના કરીયરમાં કેટલીક ફિલ્મોને રિજેક્ટ કરી, જેનો તેમને ક્યારેકને ક્યારેક પછતાવો જરૂર થતો હશે. ત્યારે આજે અમે તમને એ ફિલ્મો કઈ છે તે જણાવીશું.
ઈમ્તિયાજ અલીની ફિલ્મ જબ વી મેટ માટે પહેલી પસંદ બોબી દેઓલ અને આયશા ટાકિયા હતા. જોકે બંને કલાકારોએ ફિલ્મને રિજેક્ટ કરી દીધી હતી. ત્યારબાદ મેકર્સે શાહિદ કપૂર અને કરીના કપૂરને સાઈન કર્યા, એટલું જ નહીં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી.
એ વાત ખૂબ જ ઓછા લોકો જાણે છે કે યે જવાની હે દિવાનીમાં કૃણાલ રોય કપૂરનો રોલ પહેલા બોબી દેઓલને ઓફર કરાયો હતો. જોકે, યમલા પગલા દિવાના-2ની શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે બોબી દેઓલે આ રોલ કરવા માટે ના પાડી હતી. ફિલ્મ યે જવાની હૈ દિવાની બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ હતી.
શાહરૂખ અને સલમાનની સુપર ડુપર હિટ ફિલ્મ કરણ અર્જૂનને રાકેશ રોશને પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મમાં પહેલા રાકેશ રોશન બોબી દેઓલ અને સની દેઓલને લેવા માંગતા હતા, જોકે તે સમયે બોબી દેઓલ પોતાની ડેબ્યૂ ફિલ્મ બરસાતને લઈ વ્યસ્ત હતા, જેથી તેમણે ફિલ્મ કરવા માટે ના પાડી દીધી.