जन मन INDIA
slider news ઉત્તર ગાંધીનગર ગુજરાત

ભાજપના વધુ એક મંત્રી કોરોના પોઝિટિવ, યૂ.એન.મહેતામાં સારવાર માટે દાખલ

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે ઘણા લોકોના મોઢે સાંભળવા મળી રહ્યું છે કે આ કોરોના નહીં પણ કાળ છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી માથું ઉચક્યું છે. સતત કેસોમાં વધારો થતા ચિંતા વધી છે.

સીએમ વિજય રૂપાણી પણ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં સીએમ ઉપરાંત ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ આર સી ફળદુ પણ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે એવામાં ભાજપના વધુ એક મંત્રી કોરોનાની ઝપટમાં આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

રાજ્યના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. હાલમાં તેઓ યૂ.એન.મહેતામાં સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત વાત કરીએ તો સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોર, વડોદરાની વાડી બેઠકના ધારાસભ્ય મનિષા વકીલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો, અત્યાર સુધીમાં 4620ના મૃત્યુ થઈ ચૂક્યા છે. કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે તેમજ મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. હાલ 175 લોકો વેન્ટિલેટર પર છે, જ્યારે એક્ટિવ કેસોનો આંકડો 18684એ પહોંચી ગયો છે.

Related posts

દાહોદના દેલસર ગામે એક રહેણાંક મકાનમાંથી યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ

malay kotecha

બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવા સોનૂ સૂદની અપીલ, વિદ્યાર્થીઓના સમર્થનમાં કરી આ વાત

ravi chaudhari

અમિતાભ બચ્ચને પોતાના ઘર જલસાને લઈ કર્યો ખુલાસો, જાણો કેટલી ફિલ્મોના થયા છે આ ઘરમાં શુટીંગ

ravi chaudhari

Leave a Comment