ગુજરાતમાં આ વર્ષેના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે હાલમાં પક્ષપલટાની સિઝન ચાલી રહી છે. તાજેતરમાં કોંગ્રેસ છોડીને હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા છે. તેમના ભાજપમાં જોડાવાની સાથે જ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અનેક ટિપ્પણીઓનો મારો ચાલ્યો હતો.
તમને જણાવી દઈએ કે, હાર્દિક પટેલે મંગળવારે ગુજરાત ભાજપની સદસ્યતા અભિયાનના સંદર્ભમાં ફેસબુક પોસ્ટ લખીને ભાજપમાં જોડાવા માટે લોકોને અપીલ કરી હતી. આ પોસ્ટ થતાની સાથે જ તેમના વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણીઓનો મારો ચાલુ થઈ ગયો હતો. લોકો દ્વારા તેમના કોંગ્રેસ છોડવા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જેને કારણે હાર્દિક પટેલને પોતાનું કોમેન્ટ બોક્સ બંધ કરવું પડ્યું હતું.
તમને જણાવી દઈએ કે, હાર્દિક પટેલના ભાજપમાં જોડાયા બાદ તેમના જૂના વીડિયો અને ભાષણો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં હાર્દિક પટેલ ભાજપ, કેન્દ્ર સરકાર અને ટોચના નેતાઓ વિરૂદ્ધ નિવેદન આપતા જોવા મળે છે.